[ad_1]

બાન્દ્રામાં માઉન્ટ મેરી ચર્ચમાં આવનારા મુંબઈગરા માટે બેસ્ટે સ્પેશિયલ બસ દોડાવી રહી છે. રવિવાર ૧૧ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન બાન્દ્રામાં માઉન્ટ મેરીની જાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને પગલે બે વર્ષ બાદ આ વર્ષે યોજાઈ રહી છે. તેથી મોટી સંખ્યામાં લોકો માઉન્ટ મેરી ચર્ચમાં ઉમટી રહ્યા છે. લોકોની ભીડને પહોંચી વળવા બેસ્ટ પ્રશાસન દ્વારા સ્પેશિયલ બસ દોડાવવામાં આવી રહી છે.
રવિવારથી અઠવાડિયા સુધી બાન્દ્રા(પશ્ર્ચિમ)માં રેલવે સ્ટેશન બહારથી માઉન્ટ મેરી ચર્ચ સુધી વધારાની ૨૬૦ બસ દોડાવવામાં આવી રહી છે, જેમા મુખ્યત્વે બસ નંબર ૨૦૨ લિમિટેડ, ૩૨૧ લિમિટેડ, એ-૩૭૫, ૪૨૨, સી-૭૧ બસનો સમાવેશ થાય છે.
એ સિવાય પણ ઉપનગરમાંથી બાન્દ્ર સ્ટેશન તરફ આવનારા પ્રવાસીઓ માટે જાત્રાના આઠ દિવસના સમયગાળા દરમિયાન સ્પેશિયલ બસ સેવા બાન્દ્રા સ્ટેશન અને હિલરોડ ગાર્ડન દરમિયાન દોડાવવામાં આવશે.
Post Views:
72
[ad_2]