[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે દિલ્હીના પ્રવાસે છે ત્યારે એનસીપી નેતા રવિકાંત તરપેએ એક તસવીર ટ્વીટ કરીને મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. એનસીપી નેતાએ એવો દાવો કર્યો છે કે લોકતંત્રના ધજાગરા ઉડી ગયા. સીએમની ગેરહાજરીમાં તેમનો દીકરો સંભાળી રહ્યો છે સીએમની ખુરશી!
NCP નેતાએ સીએમ એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદેને ટ્રોલ કરી રહ્યા છે. એનસીપી નેતા મહેબૂબ શેખે પણ ફોટો શેર કરીને લખ્યું હતું કે, શિંદે પિતા-પુત્ર સીએમ પદની ગરિમા ભૂલી રહ્યા છે. આ કયો રાજધર્મ છે? બાપ નંબરી, તો બેટા દસ નંબરી!

આ ખબર વાયરલ થતાં જ સીએમ શિંદેના દીકરા શ્રીકાંત શિંદેએ સ્પષ્ટતા આપતાં જણાવ્યું છે, એનસીપી કારણ વગર મુદ્દો બનાવી રહી છે. જે જગ્યાની તસવીર ટ્વીટ કરવામાં આવી છે તે સીએમ ઓફિસ નથી, પરંતુ મારી જ ખુરશી છે. મારા ઘરની આ તસવીર છે. હાં, મારી ખુરશીની પાછળ સીએમ લખેલા બોર્ડ પર મારું ધ્યાન નહોતું. એટલે સ્વાભાવિક છે કે આ વાતને ટાંકીને હંગામો કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવું પહેલી વાર નથી બની રહ્યું કે સીએમ શિંદેની જવાબદારી કોઈ બીજું નિભાવે છે. વિપક્ષે અગાઉ પણ આરોપ લગાવ્યો હતો કે શિંદે ખાલી નામના સીએમ છે. અસલી સીએમ દેવેન્દ્ર ફડણવીસ છે. શિંદે ખાલી દસ્તાવેજો પર સહી કરે છે.



Post Views:
134






[ad_2]

Google search engine