[ad_1]
વલસાડમાં દિલ્હીના મુખ્ય પ્રધાનની સભા
ચૂંટણી પ્રચાર: દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના ક્ધવીનર અરવિંદ કેજરીવાલે રવિવારે વલસાડમાં ચૂંટણી પ્રચારની જાહેરસભાને સંબોધી હતી. (તસવીર: પીટીઆઈ)
——-
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા આપના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વલસાડ ખાતે યોજાયેલી જાહેરસભામાં ફરી એક વખત જો ગુજરાતમાં આપની સરકાર બનશે તો નવી શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થાઓ ઊભી કરવાની જાહેરાત કરી હતી. કેજરીવાલની સાથે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન પણ જાહેરસભામાં હાજર હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મને રાજનીતિ કરતા નથી આવડતું. મને પોલિટિક્સ કરતા નથી આવડતું. હું ભણેલો ગણેલો માણસ છું. હું શરીફ માણસ છું. ઇમાનદાર માણસ છું. મને એમની જેમ ગુંડાગીરી કરતા નથી આવડતી. એમની જેમ ભ્રષ્ટાચાર કરતા નથી આવડતો. મને સ્કૂલ બનાવતા આવડે છે. મને હૉસ્પિટલ બનાવતા આવડે છે. જો ગુંડાગીરી જોઈતી હોય તો એમની પાસે જતા રહેજો, જો ગંદી રાજનીતિ, ભ્રષ્ટાચાર જોઈએ તો એમની પાસે જતા રહેજો. તેમણે વિવિધ તબક્કે આપેલી રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ, તથા ભ્રષ્ટાચાર વિરોધી વ્યવસ્થાઓ ઊભી કરવાનાં વચનો દોહરાવ્યાં હતાં. તેમણે દિલ્હી અને પંજાબમાં બનેલી આમ આદમી પાર્ટીની સરકારો દ્વારા કરવામાં આવેલી કામગીરીનાં ઉદાહરણ આપીને બેરોજગાર યુવાનોને સરકારી નોકરી અને નોકરી ન મળે ત્યાં સુધી ત્રણ હજાર રૂપિયાનું માસિક બેરોજગારી ભથ્થું, રાજ્યમાં દરેક સ્થળે વિનામૂલ્યે આરોગ્યસેવાઓ પૂરી પાડતા મહોલ્લા ક્લિનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી સરકારી શાળાઓ શરૂ કરવાનાં વચનોનો પુનરોચ્ચાર કર્યો હતો.
દરમિયાન શનિવારે વડોદરામાં રોડ શોમાં કેજરીવાલે કહ્યું હતું મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, આ નિવેદનનો ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જડબાતોડ જવાબ આપ્યો હતો. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, કેજરીવાલનો જન્મ તો બદલાતો રહે છે. હું કેજરીવાલ પર કઈ બોલવા માંગતો નથી. એમના પ્રધાન ધર્માંતરણનો આવો મોટો કારસો રચે છે. ગુજરાતના લોકો એમને ઓળખી ગયા છે. કેજરીવાલ ક્યારે કોના ભક્ત છે તે નક્કી નથી થતું.
[ad_2]