[ad_1]
મુંબઈ: ગોરેગામ પશ્ર્ચિમની પતરા ચાલના રિડેવલપમેન્ટમાં કથિત ગેરરીતિઓ સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતની જ્યુડિશિયલ કસ્ટડી કોર્ટે ૧૭ ઓક્ટોબર સુધી લંબાવી હતી. રાઉતની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થતી હોવાથી સોમવારે તેમને વિશેષ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ૧ ઓગસ્ટે સંજય રાઉતની ધરપકડ કરી હતી.
એપ્રિલમાં ઇડીએ તપાસના ભાગરૂપે સંજય રાઉતના બે સાથી અને વર્ષા રાઉતની રૂ. ૧૧.૧૫ કરોડની મિલકતોને ટાંચ મારી હતી. આ મિલકતો જમીનના સ્વરૂપમાં હતી.
—
નવું ચિહ્ન ક્રાંતિ લાવી શકે છે: રાઉત
મુંબઈ: સંજય રાઉતને સોમવારે કોર્ટમાં લવાયા બાદ તેમને શિવસેનાનું ચિહ્ન ધનુષ્યબાણ ફ્રીઝ કરાયું હોવાનું જણાવાયું હતું. એ સમયે રાઉતે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે નવું ચૂંટણી ચિહ્ન પક્ષ માટે નવી ક્રાંતિ લાવી શકે છે. અંધેરી પૂર્વની વિધાનસભા પેટા ચૂંટણી પહેલા શિવસેના નામ અને ધનુષ્યબાણનું ચિહ્ન ચૂંટણી પંચ દ્વારા ફ્રીઝ કરવું અત્યંત અયોગ્ય છે. જોકે ચૂંટણી પંચને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે. રાજકીય પક્ષ માટે ચૂંટણી ચિહન ફ્રીઝ થવાનું બન્યા કરતું હોય છે. અગાઉ કૉંગ્રેસ સાથે પણ આવું ત્રણ વાર થઇ ચૂક્યું છે. ઉ
[ad_2]