[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

હેલ્થ વેલ્થ-કલ્પના શાહ
એક કથા પ્રમાણે ભગવાને એક વખત ખાવું ને ત્રણ વાર નહાવું એવો આદેશ કર્યો હતો. પણ માણસે તેનું ઊંધું કરી નાખ્યું, ત્રણ વાર ખાવું ને એક વાર નહાવું! ડોક્ટરો પણ ઘણીવાર કહેતા હોય છે કે માણસે ખાવા માટે જીવવું નહીં, જીવવા માટે ખાવું જોઈએ. પણ આજકાલની જીવન પદ્ધતિમાં જ્યાં પશ્ર્ચિમી પવનોનો પ્રભાવ વધ્યો છે, તે સાથે આપણા ખોરાકમાં પણ પરિવર્તન આવ્યું છે. તે સાથે ખાવાને લગતી બીમારીઓ પણ ઘણી વધી છે. જેમ વજન ઓછું થવું અને ચરબી ઘટવી તે બે અલગ અલગ બાબત છે તેવી જ રીતે ખોરાકની એલર્જી થવી અને ફૂડ ઈનટોલરન્સ અને ભૂખ સહન ન થવી એ પણ બે અલગ અલગ બાબત છે. ઘણીવાર આપણે ખોરાક પચાવી નથી શકતા (જેને અપચન કહીએ છીએ), ત્યારે આપણા શરીર ઉપર ઊધી અસર થાય છે, જેવી રીતે એલજીમાં થાય છે. તેને ખાદ્ય અસહિષ્ણુતા/ ભોજન ન પચવું/ ફૂડ ઈનટોલેરન્સ કહે છે.
ખોરાકનું અપચન બહુ સામાન્ય બાબત છે. ભોજન પચાવી ન શકવું એ ડાયજેસ્ટિવ સિસ્ટમની પ્રોસેસ હોય છે. તે ત્યારે થાય છે, જયારે તમે કશુંક એવું ખાઓ છો અથવા પીઓ છો, જેને તમારું શરીર તોડી નથી શકતું કે પચાવી નથી શકતું. ફૂડ ઈનટોલેરન્સ, દર્દનાક અને અસહજ હોઈ શકે છે. જોકે તેનાથી જીવનું જોખમ નથી, પણ ક્યારેક ક્યારેક ખોરાક ન પચાવી શકવાથી ઘણી સમસ્યાઓ થઇ શકે છે. તેને માટે જરૂરી છે કે આપ એવો ખોરાક લેવાનું બંધ કરો જેથી સમસ્યા ઊભી ન થાય.
ફૂડ ઈનટોલેરન્સનું કારણ
ફૂડ ઈનટોલેરન્સ ત્યારે થાય છે જયારે ખોરાક પચાવવા પૂરતા એન્ઝાઇમ નથી હોતા. દાખલા તરીકે મોટાભાગના લોકોને ડેરી પ્રોડક્ટ્સથી ફૂડ ઈનટોલેરન્સ થાય છે. ડેરી પ્રોડક્ટ્સમાં લેક્ટોઝ હોય છે અને લેક્ટોઝ એન્ઝાઇમની કમીને કારણે જે લોકો ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરે છે તેમનામાં આ સમસ્યા જોવા મળે છે. ફૂડ ઈનટોલેરન્સને કારણે થનારી સમસ્યાઓને પણ જાણી લઈએ, જેથી સમજાય કે જે ખાવાથી સમસ્યા થઇ રહી છે તેનું સેવન માર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ.
૧. ગેસ અને સોજો
ન્યૂ યોર્ક સ્થિત ઇન્ટર્નીસ્ટ અને ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ, એમડી નિકેત સોનપાલના કહેવા મુજબ, વધારે પડતો સોજો અને ગેસ, ફૂડ ઈનટોલેરન્સના સામાન્ય લક્ષણ છે. હાઈ ફાઈબર ભોજન પછી થોડો સોજો અને ગેસ સામાન્ય છે. પણ જો આ લક્ષણ અસહજ અને દર્દનાક બની જાય, અને દરેક વખતે એક ચોક્કસ વસ્તુ ખાધા પછી જ આવું થાય તો એ ફૂડ ઈનટોલેરન્સ છે. જોકે, તે બધાને જ નથી થતું. સોજો અને ગેસ લેક્ટોઝ અસહિષ્ણુતા અથવા ગાયના દૂધની બનાવટમાં સાકર (લેક્ટોઝ)ને સંપૂર્ણ પચાવવાની અસમર્થતાના સંકેત છે. કેમકે લેક્ટોઝ અસહિષ્ણુતા, અસહિષ્ણુતાનો સૌથી સામાન્ય પ્રકાર છે. જો લેક્ટોઝ અસહિષ્ણુતા સોજાનું કારણ હોય તો દૂધ, દહીં, પનીર અને આઈસક્રીમ જેવા ડેરી પ્રોડક્ટ્સ ખાધા બાદ થોડા કલાકોમાં પેટમાં દર્દ અથવા ઝાડા થઇ શકે છે.
૨. પેટ દર્દ
સામાન્ય રીતે વધારે સોજો અને ગેસ સાથે, પેટ દર્દ ઈનટોલેરન્સનું અન્ય એક વિશિષ્ટ લક્ષણ છે. પેટ દર્દ દરેકને અલગ અલગ હોય છે. જો કોઈને ફૂડ ઈનટોલેરન્સ હોય તો સામાન્ય રીતે પેટ દર્દ મધ્ય અને નીચલા ભાગમાં થાય છે.
૩. અતિસાર/ઝાડા
જયારે શરીર કોઈ ખાદ્ય પદાર્થને પચાવી કે તોડી નથી શકતું, તો ઝાડા થવા એક સામાન્ય સમસ્યા છે. જો ખાધા પછી વારંવાર ઝાડા થતાં હોય, તો કેટલાક ખાદ્ય પદાર્થો માટે પાચન ક્રિયા ખરાબ થઇ શકે છે. એટલે કશુંક ખાધા બાદ જો ઝાડાની સમસ્યા થાય,તો તેનો મતલબ ફૂડ ઈનટોલેરન્સ છે.
૪. માથું દુખવું
આશ્ર્ચર્યજનક લાગી શકે, પણ ક્લિવલેન્ડ ક્લિનક અનુસાર માથાનો દુખાવો પણ ફૂડ ઈનટોલેરન્સનો સંકેત હોઈ શકે છે. ગંભીર કિસ્સામાં, ફૂડ ઈનટોલેરન્સ માઇગ્રેનને ટ્રીગર કરી શકે છે. ઇમ્યુનોગ્લોબુલિનજી (આઇજીજી) એન્ટિબોડી બ્લડમાં સૌથી સામાન્ય પ્રકારની એન્ટિબોડી છે. જયારે તમે કશુંક ખાઓ ત્યારે તમારું શરીર તેને એક જોખમના સ્વરૂપમાં જુએ છે, તે આ એન્ટિબોડીને બ્લડ ફ્લોમાં છોડે છે. ક્યારેક આઇજીજી એન્ટિબોડીના પરિણામ સ્વરૂપ માઈગ્રેન કે માથું દુખવું જેવી અસર થઇ શકે છે.
૫. થાક લાગવો
તમે કશુંક ખાધા પછી તરત થાક કે સુસ્તીનો અનુભવ કર્યો છે? કર્યો જ હશે. જયારે તમે કોઈ એવો ખાદ્ય પદાર્થ આરોગો છો, જેને શરીર પ્રોસેસ નથી કરી શકતું, ત્યારે તમારી અધિવૃક્ક ગ્રંથિઓ (અમયિક્ષફહ ૠહફક્ષમત) બળતરા અને સોજા સામે લડવા અને તેને ઓછી કરવા કાર્ટિસોલ (એક તણાવ હોર્મોન)નું ઉત્પાદન કરે છે. જો અધિવૃક્ક ગ્રંથિઓ શરીરના સોજા સામે લડવા નિયમિત રૂપે કાર્ટિસોલનું ઉત્પાદન કરતી હોય તો આ થાકનું કારણ બની શકે છે. ઉ

[ad_2]

Google search engine