[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

ભાવનગર-અમદાવાદ ઈન્ટરસિટી ટ્રેનની શરૂઆત
ભાવનગર: ભાવનગરથી અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનને આજરોજ લીલી ઝંડી આપી રાજ્યનાં શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘાણી તેમજ સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળે પ્રસ્થાન કરાવ્યું હતું. રેલવે મંત્રાલય દ્વારા ભાવનગર-સાબરમતી-ભાવનગર ડેઇલી સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન દોડાવવામાં આવશે, જે ટ્રેન ભાવનગર રેલવે સ્ટેશન ખાતેથી ઉપડી સિહોર, બોટાદ, ઘંધુકા, ધોળકા, સરખેજ, વસ્ત્રાપુર, ગાંધીગ્રામ થઈ સાબરમતી રેલવે સ્ટેશન પહોંચશે. ભાવનગર ટર્મિનસથી સવારે ૬:૦૦ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે ૧૦:૩૦ કલાકે સાબરમતી સ્ટેશન ખાતે પહોંચશે અને સાંજે ૧૬:૦૦ કલાકે સાબરમતી સ્ટેશન ખાતેથી ઉપડી તે જ દિવસે ૨૦:૩૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોચશે.
આ ટ્રેનનો લાભ ભાવનગર સહિત બોટાદ અને અમદાવાદના લોકોને આવવા-જવા માટે સસ્તું અને સરળ માધ્યમ બની રહેશે. આ તકે વાઘાણીએ જણાવ્યું કે, અમદાવાદ-ભાવનગર ઇન્ટરસિટી ટ્રેન થકી બે જિલ્લાનું જોડાણ આજે થયું છે. જનતાની આકાંક્ષાઓને સરકાર દ્વારા સાર્થક કરવામાં આવી છે. ભાવનગરથી અમદાવાદ જવા માટે અગાઉ સુરેન્દ્રનગર થઈને જતી હોવાથી વધુ સમય જતો હતો, પરંતુ હવે ભાવનગરથી અમદાવાદ જતી ટ્રેન બોટાદ થઈને જશે. જેથી સમયમાં પણ બચત થશે. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા એક વિઝન સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ભાવેણાની જનતા ઓછા ખર્ચે અને સરળ માધ્યમ થકી અન્યત્ર સ્થળે પહોંચી શકશે. ભાવનગર જિલ્લાની સાથે અમદાવાદ અને બોટાદની જનતાને પણ આ ટ્રેનનો લાભ થશે. આ તકે સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે ભાવનગરથી અમદાવાદ, સુરત અને મુંબઇ જેવા શહેરો સાથે કનેક્શન થકી લોકોને પરિવહન માટે સરળ માધ્યમ ઉપલબ્ધ થયું છે. ભાવનગર જિલ્લો હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ જેવા અનેક ઉદ્યોગો સાથે સંકળાયેલ હોવાથી પરિવહન એક મહત્ત્વનું માધ્યમ બની રહ્યુ છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

The post ભાવેણાઓને ભેટ: appeared first on બોમ્બે સમાચાર.

[ad_2]

Google search engine