[ad_1]
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નયનતારાએ લગ્નના ચાર મહિના બાદ જોડિયા બાળકોની માતા બનવાના સારા સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે. ભારતમાં સગર્ભાવસ્થાની જાહેરાતને સમાજના અમુક લોકો દ્વારા અલગ રીતે જોવામાં આવે છે. લગ્ન પહેલાં ગર્ભવતી થવું આપણા દેશમાં હજુ પણ વર્જિત છે. જ્યારે કોઈ મહિલા અપરિણીત હોય અને ગર્ભવતી બની હોય ત્યારે તેણે સમાજમાં અનેક પરેશાનીઓ અને મ્હેણા-ટોણાનો સામનો કરવો પડે છે. જોકે, આપણે ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી પર નજર નાખીએ તો નેહા ધૂપિયા અને કલ્કી કોચલીનથી માંડીને શ્રીદેવી અને સારિકા સુધીની આ બોલિવૂડ સેલિબ્રિટીઓએ આ સામાજિક સ્ટીરિયોટાઇપના બંધનોને તોડી નાખ્યા છે. તેઓ મેરેજ પહેલા ગર્ભવતી બની છે અને પછી બાળકના જન્મના થોડા મહિના પહેલા લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ અભિનેત્રીઓ તેમની પોતાની શરતો પર ખુશીથી જીવન જીવી રહી છે.
આલિયા ભટ્ટ
આજના સમયના સૌથી પ્રિય યુગલોમાંથી એક રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 14મી એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા, તેમના લગ્નના બે મહિના પછી અભિનેત્રીએ પોતે પુષ્ટિ કરી હતી કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે, પરંતુ એમ કહેવાય છએ કે આલિયા લગ્ન પહેલા જ પ્રેગનન્ટ થઇ ગઇ હતી.
નેહા ધૂપિયા
નેહાએ હિન્દી , પંજાબી, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે માત્ર મલયાલમ અભિનેત્રી જ નથી પરંતુ એક મોડલ પણ છે.બોલીવૂડની આ જાણીતી અભિનેત્રીએ મે 2018માં બોયફ્રેન્ડ અંગદ બેદી સાથે દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા અને નવેમ્બરમાં તેમની પ્રથમ પુત્રી મેહરને જન્મ આપ્યો હતો. મહિનાઓ સુધી પ્રેગન્નસી છુપાવ્યા બાદ નેહાએ ફેમસ શો ‘નો ફિલ્ટર નેહા’માં કબૂલ્યું હતું કે તે લગ્ન પહેલા ગર્ભવતી હતી. આ દંપતીએ મે 2018 માં દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા અને નવેમ્બરમાં તેમની પુત્રીને જન્મ આપ્યો હતો.
દિયા મિરઝા
દિયા મિર્ઝા તેના લગ્નના 4 મહિના પછી જ માતા બનવાના સમાચારમાં હતી. દિયા મિર્ઝાએ 2019માં તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા. ફેબ્રુઆરી 2021માં તેણે મુંબઈ સ્થિત બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા. દિયા અને વૈભવના આ બીજા લગ્ન હતા. લગ્નના ચાર મહિના પછી, બંનેએ તેમના પ્રથમ સંતાનને પુત્ર તરીકે સ્વીકાર્યું.
શ્રીદેવી
શ્રીદેવીએ બોલીવૂડના 1980ના દાયકા પર રાજ કર્યું છે. તેણે પ્રથમ વખત 1985માં પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કર્યા, પરંતુ 1988માં તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારે તેનું અફેર ભારતીય ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે ચાલતું હતું, તેણે લગ્ન પહેલા જ તેની પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ કરી હતી અને 1996માં તેઓએ લગ્ન કરી લીધા હતા. એવું કહેવાય છે કે જ્યારે તેના લગ્ન થયા ત્યારે તે 7 મહિનાની ગર્ભવતી હતી. તેણીની સુંદરતા અને ઘણી ફિલ્મોના તેના કામ માટે ખૂબ વખાણવામાં આવી હતી જેના માટે તેને ભારત સરકાર દ્વારા 2013 માં પદ્મશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.
કોંકણા સેન શર્મા
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોંકણા સેન શર્માને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે, જે મિસ્ટર એન્ડ મિસિસ અય્યર (2002), ઓમકારા (2006), વેક અપ સિડ (2009)માં તેમના કામ માટે વખણાયેલી છે. 3 સપ્ટેમ્બર, 2010માં એક્ટર બોયફ્રેન્ડ રણવીર શૌરી સાથે લગ્નનબંધનમાં બંધાનાર અભિનેત્રી કોંકણા સેન શર્માએ લગ્નના પાંચથી છ મહિનામાં જ પુત્રને જન્મ આપ્યો હતો. કોંકણા લાંબા સમયથી રિલેશનશીપમાં હતી. જોકે, આ લગ્ન લાંબો સમય ટકી શક્યા ન હતા અને વર્ષ 2020માં બંનેએ છૂટાછેડા લીધા હતા.
સેલિના જેટલી
સેલિનાએ લગ્ન પહેલા ઘણી બોલીવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં નો એન્ટ્રી, અપના સપના મની મની અને ગોલમાલ રિટર્ન્સનો સમાવેશ થાય છે. બોલીવૂડ અભિનેત્રી સેલિના જેટલીએ વર્ષ 2012માં દુબઈના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા.સેલિનાએ લગ્નના થોડા મહિના પછી જ અને ગર્ભાવસ્થાના 9 મહિના પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.
મહિમા ચૌધરી
માહિમાએ 2006 માં બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા અને, તે જ વર્ષે તે પાંચ ફિલ્મોમાં જોવા મળી પરંતુ તેણે લગ્નના થોડા મહિનાઓ પછી એક બાળકીને જન્મ આપ્યો અને લાંબો બ્રેક લીધો હતો.
અનુષ્કા શંકર
સિતારવાદક અનુષ્કા શંકરે ખુલાસો કર્યો હતો કે તે તેના બોયફ્રેન્ડ અને બ્રિટિશ ફિલ્મમેકર જો રાઈટ સાથે લગ્ન કરતા પહેલા ગર્ભવતી હતી. તેણીએ અગાઉ કહ્યું હતું કે બાળકો પેદા કરવા માટે લગ્ન કરવું જરૂરી નથી.
નતાસા સ્ટેનકોવિક
મોડલથી અભિનેત્રી બનેલી નતાસા સ્ટેનકોવિક અને ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ જાન્યુઆરી 2020માં ચુપચાપ અફેરમાં સગાઈ કર્યાના થોડા મહિના પછી તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી.
નીના ગુપ્તા
નીના ગુપ્તા વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથેના સંબંધોને લઈને ખૂબ જ ખુલીને રહી છે. તેણે ક્યારેય લગ્ન કર્યા વિના બાળક હોવા વિશે વાત કરવામાં સંકોચ અનુભવ્યો ન હતો. તેણે તેની પુત્રી મસાબા ગુપ્તાને સિંગલ મધર તરીકે ઉછેરી છે.
સારિકા
સાઉથ અભિનેત્રી સારિકા અભિનેતા કમલ હાસન સાથે લિવ-ઇનમાં રહી હતી અને લગ્ન પહેલા જ તેમના પ્રથમ સંતાનની આવકાર્યું હતું. પુત્રી શ્રુતિના જન્મના બે વર્ષ બાદ આ દંપતીએ લગ્ન કર્યા હતા.
કલ્કી કોચલીન
કલ્કી કોચલીન અને તેના બોયફ્રેન્ડ ગાય હર્સબર્ગે ફેબ્રુઆરી 2020 માં સૅફો નામની તેમની પ્રથમ બાળકીનું સ્વાગત કર્યું. તેઓએ લગ્ન નથી કર્યા.
ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સ
અર્જુન રામપાલે સોશિયલ મીડિયા પર તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. મોડલ-અભિનેત્રીએ 2019 માં તેમના પુત્ર એરિકને જન્મ આપ્યો. આ દંપતીએ હજુ સુધી તેમના લગ્ન વિશે કોઈ અપડેટ શેર કર્યું નથી.
એમી જેક્સન
હોલીવૂડથી લઇને તામિળ ફિલ્મોમાં તરખાટ મચાવનાર એમીએ 2010માં આર્યની ‘મદ્રાસપટ્ટિનમ’થી તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો. પરસ્ટાર રજનીકાંત સાથેની તેની છેલ્લી બ્લોકબસ્ટર 2.0 ખૂબ જ સફળ રહી હતી.એમી જેક્સને તેણીના બોયફ્રેન્ડ જ્યોર્જ પનાયોટોઉ સાથે સગાઈ કર્યા પછી તેણીની ગર્ભાવસ્થાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ત્યાર બાદ તેમને એક સુંદર બાળકનો જન્મ થયો. બાળકના જન્મ બાદ બંને અલગ થઈ ગયા હતા. કહેવાય છે કે તે હાલમાં અન્ય અભિનેતા સાથે રિલેશનશિપમાં છે.
અમૃતા અરોરા
બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લઈ ચૂકેલી અમૃતા અરોરા પણ લગ્નના અચાનક નિર્ણયને લઈને સમાચારમાં આવી હતી કે તેણે લગ્ન પહેલા ગર્ભ ધારણ કર્યો હતો.આ કારણે તેણે બિઝનેસમેન બોયફ્રેન્ડ શકીલ લડાક સાથે ઉતાવળમાં લગ્ન પણ કરી લીધા. તેણે લગ્નના થોડા દિવસો પછી જ પુત્રને જન્મ આપ્યો હતો.
મોના અંબેગાંવકર
ભારતીય ફિલ્મ અને ટીવી અભિનેત્રી મોના અંબેગાંવકર એક બાળકની સિંગલ મોમ છે, સૂત્રોના જણાવ્યા અનુસાર તેના CID કો-સ્ટાર દયાનંદ શેટ્ટી તે બાળકના પિતા છે.
[ad_2]