[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

બોલીવૂડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં છે ત્યારે આ વાતનો સ્વીકાર કરન જોહરના ચેટ શોમાં બંનેએ કર્યો હતો. હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે બંને પ્રેમી પંખીડા આવતા વર્ષે દિલ્હીમાં લગ્ન કરશે. સિદ્ધાર્થનો પરિવાર દિલ્હીમાં જ રહે છે. લગ્નમાં પરિવારના સભ્યો અને માત્ર નિકટના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે. બોલિવૂડ સ્ટાર્સને આ લગ્નમાં ઇન્વાઇટ કરવામાં આવશે નહીં. કિઆરા તથા સિદ્ધાર્થ કોકટેલ પાર્ટી તથા રિસેપ્શન પણ આપવાનાં છે. માનવામાં આવે છે કે તેઓ કોકટેલ પાર્ટી તથા રિસેપ્શનમાં બોલિવૂડ સ્ટાર્સને ઇન્વાઇટ કરશે. જોકે આ બંને ફંક્શન દિલ્હીમાં જ યોજાવાનાં છે.
નોંધનીય છે કે કિયારા અને સિદ્ધાર્થ પહેલી વાર 2018માં ‘લસ્ટ સ્ટોરી’ની પાર્ટીમાં મળ્યાં હતાં. ત્યાર બાદ બંનેએ ફિલ્મ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેની કેમિસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

[ad_2]

Google search engine