[ad_1]
દુનિયાભરમાં લોકપ્રિય ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ મની હાઈસ્ટ (Money Heist) જોઈને ડોંબિવલીના બેંક મેનેજરે પોતાની જ બ્રાન્ચની તિજોરીમાંથી 34 કરોડ રૂપિયા લૂટ્યા હતાં. મળતી માહિતી અનુસાર આ મામલો ડોંબિવલીના એમઆઈડીસી વિસ્તારમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેંકનો મામલો છે. પોલીસે આ પ્રકરણે ઘટનાના માસ્ટરમાઈન્ડની ધરપકડ કરી છે.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ડોંબિવલીના એમઆઈડીસી વિસ્તારમાં રહેતો આરોપી કેસ કસ્ટોડિયન મેનેજરના પદ પર કામ કરતો હતો. તેને જલદી અમીર બનવું હતું. આ માટે બેંકની તિજોરી લૂંટવાની યોજના એક વર્ષ પહેલા બનાવી હતી અને મની હાઈસ્ટ (Money Heist) વેબસિરીઝથી પ્રભાવિત થયો હતો. જે બાદ તેણે બેંક લૂટવાનો માસ્ટરપ્લાન બનાવ્યો. આરોપી કેશ કસ્ટોડિયન મેનેજરના પદ પર કામ કરતો હોવાથી તેને બેંક વિશે બધી જ માહિતી હતી.
આવી રીતે બનાવી ચોરીની યોજના
આરોપીએ એક દિવસ બેંકની તિજોરી નજીક આવેલી એસીની મરમ્મત કરતાં જોયું ત્યારથી તેણે બેંકની બ્રાન્ચની સુરક્ષા વ્યવસ્થાની ખામીઓનું અધ્યયન કર્યું અને લૂંટ માટે આવશ્યક સામગ્રી ભેગી કરી. નવ જુલાઈના દિવસે બેંક હોલીડે હતો, ત્યારે તેણે બેંકના આલાર્મને બગાડી નાંખ્યો હતો. બધા કેમેરાની હાર્ડ ડિસ્કને નિકાળીને તિજોરીમાંથી 34 કરોડ રૂપિયા લૂટી લીધા હતાં. તેણે પૈસા એસી ડક્ટના હોલના માધ્યમથી બેંકની ઈમારત પાછળ બાંધેલા એક તાળપત્રીમાં ફેંકી દીધા હતાં. આ મિશનમાં આરોપીએ તેના પાંચ મિત્રોને પણ સામેલ કર્યા હતાં.
બીજા દિવસે બેંકના વરિષ્ઠ અધિકારીઓને સીસીટીવી કેમેરા અને ડીવીઆર ગાયબ થવાની માહિતી મળતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પછી આરોપીના ત્રણ મિત્રોને બોલાવીને 34માંથી 12 કરોડ સોંપ્યા હતાં. અઢી મહિના બાદ પોલીસે આરોપીને પુણેથી પકડી પાડ્યો હતો અને પોલીસે અત્યાર સુધી નવ કરોડ રૂપિયા જપ્ત કર્યા હોવાની માહિતી મળી છે.
[ad_2]