[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





બિહારના દરભંગામાં સ્થિત લલિત નારાયણ મિથિલા યુનિવર્સિટી (LNMU) ફરી એકવાર ચર્ચામાં છે. આ યુનિવર્સિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે બીએ પાર્ટ 3ની પરીક્ષા માટે એડમિશન કાર્ડ જારી કર્યું છે. અગાઉ રાજ્યપાલ ફાગુ ચૌહાણના ફોટા સાથેનું એડમિશન કાર્ડ પણ બહાર પાડવામાં આવ્યું હતું. બંને એડમિટ કાર્ડની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે, આ પ્રથમ વખત નથી કે જ્યારે યુનિવર્સિટીએ તેના કામમાં બેદરકારી દાખવી હોય, જેના કારણે તેને નીચાજોણું થયું હોય.
શનિવારે એક વિદ્યાર્થિનીનું એડમિશન કાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર અને નિશાની સાથે જારી કરવામાં આવ્યું છે. ગુડિયા કુમારી નામની વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીની સત્તાવાર સાઇટ પર જઈને એડમિશન કાર્ડ ડાઉનલોડ કર્યું હતું. વિદ્યાર્થિનીના એડમિશન કાર્ડમાં તેની તસવીરના બદલે પીએમ નરેન્દ્ર મોદીની તસવીર અને નિશાની હતી.

આ પહેલા યુનિવર્સિટીએ ગુરુવારે બેગુસરાયમાં સંલગ્ન બીડી કોલેજના વિદ્યાર્થી રવીશ કુમાર સાનુને પ્રવેશ કાર્ડ જારી કર્યું હતું. જેમાં તેમનું નામ, પિતાનું નામ અને સરનામું સાચું છે, પણ એડમિશન કાર્ડ પર તેની જગ્યાએ રાજ્યપાલના ફોટોગ્રાફ લગાવવામાં આવ્યો છે.
જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે LNMU યુનિવર્સિટીના છબરડા બહર આવ્યા હોય. અગાઉ આ જ યુનિવર્સિટીએ એક વિદ્યાર્થીને 151 માર્કસ આપ્યા હતા જ્યારે કુલ પ્રશ્નોની સંખ્યા 100 હતી.
LNMU ઉપરાંત, મુઝફ્ફરપુર યુનિવર્સિટી પણ આવા છબરડાંઓ કરીને વિવાદમાં આવી છે. ગયા વર્ષે મુઝફ્ફરપુર યુનિવર્સિટીએ એક વિદ્યાર્થીને એડમિશન કાર્ડ જારી કર્યું હતું, જેમાં ફિલ્મ અભિનેતા ઇમરાન હાશ્મીને તેના પિતા અને પોર્ન સ્ટાર સની લિયોનને તેની માતા તરીકે જણાવવામાં આવી હતી. વધુમાં, વિદ્યાર્થીનું સરનામું મુઝફ્ફરપુરના કુખ્યાત રેડ લાઈટ વિસ્તાર ચતુર્ભુજ અસ્થાન તરીકે દર્શાવવામાં આવ્યું હતું.



Post Views:
169




[ad_2]

Google search engine