[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગર્ભવતી બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર ગુજારનાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરનાર દોષિતોને જેલમુક્તનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા અને દોષિતોને પાછા જેલમાં મોકલવાની માંગ સાથે આજે સોમવારે હિંદુ-મુસ્લિમ એકતા સમિતિ દ્વારા દાહોદથી પદયાત્રાનું આયોજન કરવામ આવ્યું હતું. આ પદયાત્રા યોજાઈ એ પહેલા પોલીસે સામાજિક કાર્યકર સંદીપ પાંડે અને અન્ય ત્રણ સામાજિક કાર્યકરોની અટકાયત કરી છે.
રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત સંદીપ પાંડે અને અન્ય કાર્યકરો ‘બિલ્કિસ બાનો અમને માફ કરો’ શીર્ષક હેઠળની પદયાત્રામાં ભાગ લેવા ગોધરા પહોંચ્યા હતા. દાહોદ જિલ્લામાં ‘બિલ્કિસ બાનોના ગામ રણધિકપુરથી ‘હિંદુ-મુસ્લિમ એકતા’ના બેનર હેઠળ આ યાત્રા નીકળવાની હતી. આ પદયાત્રા 4 ઓક્ટોબરે અમદાવાદ પહોંચી પૂર્ણ થવાની હતી.
ગોધરા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે“સંદીપ પાંડે અને અન્ય ત્રણની રવિવારે રાત્રે 10.30 વાગ્યે ગોધરાથી અટકાયત કરવામાં આવી હતી. તેઓ હજુ પણ અટકાયતમાં છે,”
હિન્દુ-મુસ્લિમ એકતા સમિતિએ એક નિવેદનમાં પોલીસ કાર્યવાહીની નિંદા કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકારે આ વર્ષે 15 ઓગસ્ટે માફી નીતિ હેઠળ બિલ્કીસ બનો કેસમાં 11 દોષિતોને મુક્ત કર્યા હતા. બિલ્કીસ બાનોની માફી માંગવા માટે ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠને નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે બિલકીસની સાથે જે કંઈ પણ થયું છે તેના માટે તેની માફી માંગી માગવા ઈચ્છીએ છીએ જેથી ગુજરાત જેવા શાંતિપૂર્ણ રાજ્યમાં આવા ઘૃણાસ્પદ કૃત્યો ન થાય.”
3 માર્ચ, 2002ના રોજ દાહોદના લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં બિલ્કીસ બાનોના પરિવાર પર હિંદુત્વવાદી ટોળાએ હુમલો કર્યો હતો. તે સમયે પાંચ મહિનાની ગર્ભવતી બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 21 જાન્યુઆરી, 2008ના રોજ હત્યા અને સામૂહિક બળાત્કારના કેસમાં 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે તેમની સજાને માન્ય રાખી હતી. આ દોષિતોએ 15 વર્ષથી વધુ જેલની સજા ભોગવ્યા બાદ તેમાંથી એકે મુક્તિ માટેની અરજી સાથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હત. બાદમાં ગુજરાત સરકારે તેની માફી નીતિ મુજબ તમામ 11 દોષિતોને મુક્ત કરવાનો આદેશ જારી કર્યો હતો, જેના પગલે દોષિતો 15 ઓગસ્ટના રોજ જેલમાંથી મુક્ત થયા હતા.
સામજિક કાર્યકરોની અટકાયત બાદ ગુજરાત સરકાર પર સવાલો ઉભા થઇ રહ્યા છે. ગાંધીનગરના અંદોલનકરીઓ સામે ફોજદારી ગુના દાખલ કરવાની ધમકી બાદ સરકાર વિરોધના દરેક સુર દાબવા પ્રયનો કરી રહી છે.



Post Views:
26




[ad_2]

Google search engine