[ad_1]

બોલીવૂડ સિંગર નેહા કક્કડનું નવું ગીત ‘ઓ સજના…’ રિલીઝ થ ચૂક્યું છે. નોંધનીય છે કે આ ગીત ગરબા ક્વીન ફાલગુની પાઠકે ગાયેલું ‘મૈંને પાયલ હૈ ખનકાઈ…’નું રિમિક્સ વર્ઝન છે, જે 1999માં રિલીઝ થયું હતું. ગીત રિલીઝ થયા બાદ લોકોએ નેહાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
ફાલગુની પાઠકની પણ પ્રતિક્રયા આવી હતી. એક ઈવેન્ટ દરમિયાન તેણે ‘ઓ સજના…’ ગીત પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મેં નેહાનો વીડિયો જોયો નથી. એ સમયે બનાવવામાં આવેલા વીડિયો, ગીત અને સંગીતમાં સાદગી હતી. આ બાબત ખૂબ જ મહત્ત્વની છે, જે આજે લોકો ખૂબ જ મિસ કરી રહ્યા છે.
આજકાલ ગીતોને રિમિક્સ કરવામાં આવી રહ્યા છે. કેટલાક ગીતો ખરેખર સારી રીતે રિમિક્સ થાય છે, પરંતુ કેટલાક લોકો રિમિક્સ ગીતોને નાપસંદ કરી રહ્યા છે.
આ પહેલીવાર નથી, જ્યારે નેહા કક્કરે રિમિક્સ ગીતમાં પોતાનો અવાજ આપ્યો હોય. અગાઉ નેહાએ ઘણાં ગીતો, જેવા કે ‘દિલબર’, ‘તુ ચીઝ બડી હૈ મસ્ત…’, ‘સાકી સાકી…’, ‘આશિક બનાયા આપને…’, ‘માહી વે…’, ‘શેહર કી લડકી…’, ‘ગુર નાલ ઇશ્ક મીથા…’ જેવાં અનેક ગીતો ગાયાં છે.
Post Views:
34
[ad_2]