[ad_1]
બોલીવૂડ એક્ટર રણવીર સિંહ ચાર કરોડ રૂપિયાની આલિશાન એસ્ટન માર્ટિન કાર લઈને મુંબઈ એરપોર્ટ જોવા મળ્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સ એક્સપાયર્ડ રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. રણવીરનો કાર ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુઝર્સે મુંબઈ પોલીસને ટેગ કરીને લખ્યું હતું કે, મુંબઈ પોલીસ, કૃપા કરીને રણવીર સિંહ સામે કડક કાર્યવાહી કરો. ગઈ કાલે તેણે જે કાર ચલાવી હતી તેનો વીમો પુરો થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર અનુસાર, રણવીરની લાયસન્સ પ્લેટ પર તારીખ 28 જૂન, 2020 છે. મુંબઈ પોલીસે યુઝરને જવાબ આપ્યો કે તેણે મુંબઈ ટ્રાફિક પોલીસને જાણ કરી છે.
જોકે, અભિનેતાએ કોઈ ટિપ્પણી કરી નથી. એક યુઝરે લખ્યું હતું કે, આટલી બધી સુવિધાઓ માત્ર VVIP લોકોને જ કેમ આપવામાં આવે છે?
યુઝરના દાવા બાદ સોશિયલ મીડિયા પર રણવીર સિંહને ટ્રોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યશરાજ ફિલ્મ્સે રણવીર સિંહની આલિશાન કારના ઇન્શ્યોરન્સ હોવાના પુરાવા આપ્યા હતા. યશરાજ ફિલ્મસે જણાવ્યપું હતું કે, રણવીરે આ કારનો વીમો લીધો છે. વીમો એક્સપાયર થયો હોવાની ખબર એ અફવા છે. રણવીર સિંહે આ કારનો વીમો લીધો છે અને આ સ્ક્રિનશોટ છે. સોશિયલ મીડિયાના આ યુગમાં એવું લાગે છે કે ફેક ન્યૂઝ બનાવવામાં લોકોને વધારે રસ છે. મેઇન સ્ટ્રીમ મીડિયા આ પ્રકારની માહિતી લેતાં પહેલાં પૂરતી રીતે ફેક્ટ ચેક કરતાં નથી.
[ad_2]