[ad_1]
અમૃતા દેવેન્દ્ર ફડણવીસ, ફિલ્મ નિર્માતા, નિર્દેશક મધુર ભંડારકર અને ફિલ્મ અભિનેત્રી તમન્ના ભાટિયાએ હાજરી આપીને ચાર ચાંદ લગાવ્યા
—
પ્રેરણા રાસમાં શનિવારે અને રવિવારે ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા હોવા છતાં ધરાયા ન હોય તેમ ગઈકાલે દુર્ગાષ્ટમીએ પણ મુલુન્ડના કાલિદાસ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં રાસ-ગરબા-દાંડિયા પ્રેમીઓ તેમ જ પ્રેરણા રાસના ચાહકો ઊમટી પડ્યા હતા.
ગઈકાલે પ્રેરણા રાસમાં વિશેષ ઉપસ્થિતોમાં પ્રથમ શ્રીમતી અમૃતા દેવેન્દ્ર ફડણવીસજી પધાર્યાં હતાં જેમનું ભાવભર્યું સ્વાગત શ્રીમતી સીમા મનોજ કોટકે કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અમૃતાજીએ ફક્ત એક મહેમાન તરીકે જ હાજરી નહોતી આપી, પણ તેઓ પ્રેરણા પરિવાર સાથે ગરબે પણ રમ્યાં હતાં. ત્યાર બાદ નેશનલ એવોર્ડ વિજેતા બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, નિર્દેશક શ્રી મધુર ભંડારકરજી સાથે લગભગ ૬૫ જેટલી હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી પ્રસિદ્ધ હિરોઈન તમન્ના ભાટિયાએ પણ ગઈકાલે પ્રેરણા રાસમાં હાજરી નોંધાવી હતી. માતાજીનાં દર્શન કર્યા બાદ પરફોર્મિંગ સ્ટેજ પર પ્રેરણા પરિવાર વતી તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. મધુર ભંડારકર અને તમન્ના ભાટિયાએ ઉપસ્થિત સૌ કોઈને દુર્ગાષ્ટમીની શુભકામનાઓ આપી હતી. તેઓએ પ્રેરણા રાસમાં પરંપરાગત ડ્રેસમાં આવેલા ખેલૈયાઓ સાથે રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી.
ગઈકાલે વિશેષ કરીને કરોડો લોકોના દિલ પર રાજ કરનાર મહારાષ્ટ્ર રાજ્યના યશ્વવી નાયબ મુખ્ય પ્રધાન શ્રી દેવેન્દ્રજી ફડણવીસજીએ પ્રેરણા રાસમાં હાજરી આપીને ખેલૈયાઓમાં એક અનોખી ઊર્જાનો સંચાર કર્યો હતો. ઉપસ્થિત લોકોને નવરાત્રિની શુભકામનાઓ આપતાં ફડણવીસજીએ કહ્યું હતું કે “હવે તમે આપણા તહેવારોની ખૂલા રૂપથી, ખૂલા મનથી, ખૂલા આકાશ નીચે ખૂલીને ઉજવણી કરજો. નવરાત્રિ તો આપણે ઊજવી જ રહ્યા છીએ, દશેરા પણ ઊજવીશું અને દિવાળી પણ ધૂમધામથી ઊજવીશું. મહારાષ્ટ્ર સરકાર તમારી સાથે છે. ખાસ કરીને દિલ્હીના સિંહ તમારી સાથે છે.”
ઉલ્લેખનીય છે કે દેવેન્દ્રજી અને પ્રેરણા રાસનો પ્રેમ હમણાનો નથી. પ્રેરણા રાસના દર વર્ષના આયોજનમાં દેવેન્દ્રજી અચૂક પધારે છે અને માતાજીનાં દર્શન કરી સ્ટેજ પર લોકોને શુભેચ્છાઓ આપીને આવેલ મહેમાનો સાથે મુલાકાત પણ કરે છે. દરરોજની પરંપરા મુજબ ગઈકાલે પણ આદ્યશક્તિ અંબે માતાની આરતી ઉતારીને પ્રેરણા રાસની શરૂઆત કરવામાં આવી એક અનોખું એનર્જી લેવલ ધરાવતાં બોલીવુડ ઢોલ કિંગ હનીફ-અસલમ અને તેમના સાજિંદાઓએ અદ્ભુત સંગીત પીરસ્યું હતું તો સંગીતના તાલે સૂર રેલાવતા ઢોલીડા ફેમ બોલીવુડ પ્લેબેક સિંગર જાહ્નવી શ્રીમાંકર, પ્રસિદ્ધ સૂફી સિંગર ભાવિન શાસ્ત્રી, વર્સેટાઈલ સિંગર શરદ લશ્કરી અને કચ્છી કોયલ પોમલ શાહે તેમની ગાયકીની મહારથ દાખવી હતી.
[ad_2]