[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

આજે કરવા ચોથનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે કેટલાક સેલેબ્સ પોતાની પત્ની માટે વ્રત રાખીને પોતાનો પ્રેમ દર્શાવતા હોય છે.

અભિષેક બચ્ચન

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડના બેસ્ટ કપલમાંથી એક છે. 2007માં બંને લગ્નગ્રંથિએ બંધાયા હતાં. અભિષેકે 2018 માં કહ્યું હતું કે તે ઐશ્વર્યા માટે કરવા ચોથનું વ્રત રાખે છે એટલું જ નહીં અભિનેતાએ ટ્વિટ દ્વારા અન્ય પતિઓને પણ આવું કરવા કહ્યું હતું.

રાજ કુંદ્રા

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા વચ્ચે પણ અતૂટ પ્રેમ છે. બંને મુશ્કેલીના સમયમાં એકબીજાનો સાથ આપતાં હોય છે. શિલ્પા તેના પતિ રાજ માટે કરવાચોથનું વ્રત રાખે છે ત્યારે રાજ પણ પત્નીના લાંબા આયુષ્ય માટે આખો દિવસ ભુખ્યા પેટે રહે છે.

આયુષમાન ખુરાના

બોલીવૂડ એક્ટર આયુષમાન ખુરાનાએ વર્ષ 2008માં તાહિરા કશ્યપ સાથે સાત ફેરા લીધા હતાં. એક ઈન્ટરવ્યૂ દરમિયાન આયુષમાને જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી અમે કરવા ચોથનું વ્રત એકસાથે રાખીએ છીએ. આ પહેલીવાર છે જ્યારે તાહિરા ઉપવાસ રાખી શકી નથી. એટલા માટે મેં આ વ્રત એકલા જ રાખવાનું નક્કી કર્યું. નોંધનીય છે કે 2018માં તાહિરાને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું હતું, જેના કારણે તે ઉપવાસ રાખી શકી ન હતી.

જય ભાનુશાલી

ટીવી ઈન્ડસ્ટ્રીનું લોકપ્રિય કપલ જય ભાનુશાલી અને માહી વીજનો પ્રેમ પણ પણ કોઈનાથી છુપાયેલો નથી. જય પણ પોતાની પત્નીને સ્પેશિયલ ફીલ કરાવવા કરવા ચોથનું વ્રત રાખે છે, એવી કબૂલાત જયે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કરી હતી.

વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ તેની પત્ની અનુષ્કા માટે કરવા ચોથનું વ્રત રાખે છે. બંનેએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતાં. વિરાટે અનુષ્કા માટે કરવા ચોથનું વ્રત રાખવાની વાત જાહેરમાં કરી હતી.

રણવીર સિંહ

રણવીર સિંહ પણ તેની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણના પ્રેમમાં છે. કરવા ચોથ પર, તે પણ તેની પત્ની માટે ભૂખ્યો અને તરસ્યો રહે છે. હા, તે સેલેબ્સની યાદીમાં રણવીરનું નામ પણ સામેલ છે, તેથી તે પોતાની પત્ની માટે કરવા ચોથનું વ્રત રાખે છે. રણવીરે પોતે જ ખુલાસો કર્યો હતો કે તે દીપિકાના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે.

[ad_2]

Google search engine