[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

આતંકવાદી પ્રવૃત્તિઓ બદલ લાંબા સમયથી ચર્ચામાં રહેલા કટ્ટરવાદી મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (ઙઋઈં) પર અંતે પ્રતિબંધ મૂકાઈ ગયા. ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારની એજન્સીઓ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ)એ પીએફઆઈ પર દરોડા પાડ્યા ત્યારે જ પ્રતિબંધ આવશે તેનો અણસાર આવી ગયેલો. એનઆઈએએ ધડબડાટી બોલાવીને ૧૩ રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા પાડીને ૧૦૬ લોકોને ઉઠાવીને જેલમાં ધકેલી દીધા હતા. પીએફઆઈના પ્રમુખ સાલમ સહિતના ધુરંધરોને ઉઠાવીને અંદર કરી દેવાયેલા.
મંગળવારે એનઆઈએએ ફરી ધડબડાટી બોલાવીને ગુજરાત સહિતનાં રાજ્યોમાં દરોડા પાડીને પીએફઆઈના બાકી રહેલા ટોચના નેતાઓને પણ અંદર કરી દીધા, મંગળવારના દરોડામાં તો અઢીસો કરતાં વધારે લોકોને અંદર કરી દેવાયેલા ને એ પછી તો શંકા જ નહોતી રહી કે, પીએફઆઈ પર પ્રતિબંધ આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સવારે એ પુણ્યકાર્ય પણ કરી નાંખ્યું અને નોટિફિકેશન બહાર પાડીને પીએફઆઈ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો. અત્યાર સુધી માત્ર ઝારખંડમાં પીએફઆઈ પર પ્રતિબંધ હતો. હવે આખા દેશમાં પ્રતિબંધ આવી
ગયો છે.
પીએફઆઈ પરનો પ્રતિબંધ બિલકુલ યોગ્ય છે એ કહેવાની જરૂર નથી કેમ કે પીએફઆઈના ધંધા વખાણવા જેવા નથી જ. પીએફઆઈ ટેરર ફંડિંગ એટલે કે આતંકવાદી કૃત્યોને આર્થિક મદદ કરવાના આક્ષેપોનો સામનો લાંબા સમયથી કરે છે પણ પોતે પણ એ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ છે. પીએફઆઈ માત્ર આતંકવાદી પ્રવૃતિઓ કે હિંસા જ નથી કરતું પણ સામાજિક માળખાને છિન્નભિન્ન કરીને પરસ્પર વૈમનસ્ય પેદા કરવાના ગંદા ધંધા પણ કરે છે. એ રીતે જોઈએ તો પીએફઆઈ દેશની સુરક્ષા માટે જ નહીં પણ એકતા માટે પણ ખતરારૂપ છે.
કેરળ સહિતનાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં હિંદુ-ખ્રિસ્તીઓને ભરમાવીને મુસ્લિમ બનાવવાની સુવ્યવસ્થિત કામગીરી પીએફઆઈ ચલાવે છે એવા આક્ષેપો થયેલા જ છે. મુસ્લિમ છોકરા હિંદુ અને ખ્રિસ્તી છોકરીઓને પ્રેમમાં પાડીને પછી તેમનું ધર્માંતરણ કરાવે અને પછી છોકરીઓનો આતંકવાદ માટે ઉપયોગ કરે છે. બહુ ગાજેલા ‘હાદિયા લવ જિહાદ’ કેસમાં સુપ્રીમ કોર્ટને આપેલા રીપોર્ટમાં એનઆઈએએ પોતે આ વાત કરી હતી. કોચીની અખિલા મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા શફીન જહાનના પરિચયમાં આવી પછી અખિલાને ગોંધીને પરાણે મુસ્લિમ બનાવીને નિકાહ પઢાવાયા હતા.
આ કેસમાં પોલીસે ‘લવ જિહાદ’ થયાનો હોવાનો રીપોર્ટ આપેલો. શફીન પીએફઆઈનો સભ્ય હતો અને તેની સામે ગંભીર ગુના નોંધાયેલા હતા. કાવતરાના ભાગરૂપે અખિલાને ફસાવીને નિકાહ પઢવા મજબૂર કરાઈ, તેનું ધર્માંતરણ કરાવી હાદિયા બનાવી શફીન સાથે નિકાહ કરાવાયા હતા. અખિલા પછી ડરીને ફરી ગયેલી પણ આ ઘટનાએ પીએફઆઈનું વરવું રૂપ છતું કરી દીધેલું.
પીએફઆઈના ધંધા કેવા હશે તેનો અંદાજ એ વાત પરથી આવે કે, મુસ્લિમ લીગ અને દક્ષિણ ભારતમાં મોટા ભાગનાં ટોચનાં સુન્ની અને શિયા સંગઠનો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાને કટ્ટરવાદી ગણાવે છે. મુસ્લિમો માટે કામ કરતાં સંગઠનોને પીએફઆઈ કટ્ટરવાદી લાગતું હોય તે એ શું ધંધા કરતું હશે તેની કલ્પના જ ના કરી શકાય.
પીએફઆઈની કટ્ટરતાનું કારણ એ છે કે, આ સંગઠન બાબરી મસ્જિદ ધ્વંશના પગલે ઊભું થયેલું સંગઠન છે. પીએફઆઈનાં મૂળિયાં ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ અયોધ્યામાં થયેલા બાબરી મસ્જિદ ધ્વંશમાં છે. બાબરી ધ્વંશનો બદલો લેવા દેશમાં ઘણાં બધા સંગઠનો ઊભાં થયેલાં ને એ બધા પછીથી આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધિત થયેલા સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમી)એ બનાવડાવેલાં. સિમિએ બાબરી ધ્વંશને મુસ્લિમો પરનો હુમલો ગણાવીને મુસ્લિમોના માનસમાં ઝેર રેડવાનું કામ કર્યું, ઘણા મુસ્લિમ યુવાનોને આતંકવાદના રવાડે ચડાવ્યા અને આતંકવાદી હુમલા પણ કરાવ્યા.
આ માનસિકતા ધરાવતું સંગઠન કેવાં નવાં સંગઠનો બનાવડાવે? સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમી)એ પોતાના જેવાં જ કટ્ટરવાદી અને ભારત વિરોધી માનસિકતા ધરાવતાં સંગઠનો બનાડાવ્યાં ને તેમાં એક કેરળનું નેશનલ ડેવલપમેન્ટ ફ્રન્ટ હતું. ભારતમાં આતંકવાદનો પર્યાય સિમીના સ્થાપક સભ્યોમાંથી ઘણા ફ્રન્ટની સુપ્રીમ કાઉન્સિલમાં હતા. ભારતમાં બીજાં પણ ઘણાં કટ્ટરવાદી સંગઠન ઊભાં થયાં તેમાં તમિલનાડુમાં માનીતા નીતિ પાસરાઈ (એમએનપી) અને કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી (કેએફડી) મુખ્ય હતાં.
નેશનલ ડેવલપમેન્ટ ફ્રન્ટે દક્ષિણમાં હિંદુઓ-ખ્રિસ્તીઓ પર હુમલાને બીજાં આતંકવાદી કૃત્યો કરીને લોકોનું જીવવું હરામ કરી નાંખેલું. એમએનપી તમિલનાડુમાં હિંદુઓને નિશાન બનાવતું ને કેએફડી કર્ણાટકમાં હિંદુઓને નિશાન બનાવીને હુમલા કરતું. આ રીતે ત્રણેયની વિચારધારા સરખી હતી તેથી નેશનલ ડેવલપમેન્ટ ફ્રન્ટેની પહેલથી ૨૦૦૬માં એમએનપી તથા બીજાં કટ્ટરવાદી સંગઠનોને એકબીજામાં ભળી ગયાં અને પીએફઆઈની રચના કરી હતી.
પીએફઆઈ શરૂઆતમાં સાયલંટ રહીને કામ કરતું પણ ૨૦૧૦માં પીએફઆઈના કાર્યકરોએ મોહમ્મદ પયગંબર સાહેબના અપમાનનો આક્ષેપ કરીને કેરળમાં પ્રોફેસર ટી.જે. જોસેફના હાથ કાપી નાખ્યા એ સાથે જ પીએફઆઈ ચર્ચામાં આવ્યું. પીએફઆઈ એ પછી આ જ પ્રકારનાં અપકૃત્યો કરીને ખૌફ પેદા કર્યો તેથી બીજાં રાજ્યોમાં પણ તેનો પ્રભાવ ફેલાયો. અત્યારે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશનાં ૨૩ રાજ્યોમાં પીએફઆઈનું નેટવર્ક હોવાનું કહેવાય છે.
ગુજરાતમાં મુસ્લિમ કટ્ટરવાદનો પ્રભાવ નથી પણ પીએફઆઈ ગુજરાતમાં પણ ઘૂસી ગયું છે. પીએફઆઈએ ગુજરાત સહિતનાં રાજ્યોમાં રામનવમીએ હિંસા ભડકાવી હતી. તેના પરથી જ સ્પષ્ટ છે કે, ગુજરાતમાં પણ પીએફઆઈનું નેટવર્ક છે. ગુજરાતના ખંભાત અને હિંમતનગરમાં રામનવમીએ હિંસા થયેલી. પશ્ર્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ગોવા એમ છ રાજ્યોમાં થયેલી આ હિંસામાં પીએફઆઈનો હાથ હોવાની વાત બહાર આવી હતી.
પીએફઆઈએ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનું કાવતરું પણ ઘડેલું. જુલાઈમાં પટણા પોલીસે ફૂલવારી શરીફમાં દરોડા પાડીને આતંકવાદીઓને પકડ્યા હતા. બિહાર પોલીસની તપાસમાં મોદીની હત્યાના કાવતરા પાછળ પીએફઆઈના કાર્યકરો હોવાનું બહાર આવ્યું હતું.
પીએફઆઈના નામે કર્ણાટકમાં હિજાબ વિવાદને ચગાવવા સહિતનાં બીજાં કુકર્મ પણ બોલે છે એ જોતાં તેના પર લગામ ના મૂકાય તો દેશમાં હિંદુ-મુસ્લિમોને એકબીજાના દુશ્મન બનાવી દે. આ બધું જોતાં પીએફઆઈ પર પ્રતિબંધ બહુ પહેલાં જરૂરી હતો. મોદી સરકારે એ કામ કરીને દેશનું ભલું કર્યું છે.

[ad_2]

Google search engine