[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

નોરા ફતેહી તેના પરફેક્ટ ફિગર અને ડાન્સ મૂવ્સ માટે ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે. અભિનેત્રીના ડાન્સને કારણે લાખો લોકો તેના દિવાના છે, પરંતુ હવે તેનો ડાન્સ જ તેના માટે આફત બની ગયો છે. તે આ દિવસોમાં કલર્સ ટીવીના ડાન્સ શો ‘ઝલક દિખલા જા’ને જજ કરી રહી છે. દરમિયાન અભિનેત્રી વિશેના સમાચાર ખૂબ જ ચોંકાવનારા છે. તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીને બાંગ્લાદેશમાં એક કાર્યક્રમમાં જવાની પરવાનગી મળી ન હતી. બાંગ્લાદેશમાં વિમેન્સ લીડરશીપ કોર્પોરેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ફતેહી ડાન્સ પરફોર્મન્સ અને એવોર્ડ આપવાની હતી.
નોરા ફતેહી બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આયોજિત આ કાર્યક્રમમાં પરફોર્મ કરવાની હતી. પરંતુ, હવે બાંગ્લાદેશ સરકારે નોરા ફતેહીને આ કાર્યક્રમમાં આવવાની ના પાડી દીધી છે. જ્યારે તેની પાછળનું કારણ જાણવા માગ્યુ તો જાણવા મળ્યું કે બાંગ્લાદેશ સરકારે ડોલર બચાવવા માટે આવું કર્યું છે. સોમવારે બાંગ્લાદેશના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે એક નોટિસ જારી કરી હતી.
નોરા ફતેહી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. બાંગ્લાદેશે તેને મંજૂરી આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે, “વૈશ્વિક પરિસ્થિતિને જોતા અમારે મુશ્કેલ સમય માટે વિદેશી હૂંડિયામણની અનામત જાળવી રાખવી જરૂરી છે.”
મંત્રાલયે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ઘટાડાની વચ્ચે ડોલર પેમેન્ટ પર સેન્ટ્રલ બેંકના પ્રતિબંધોને ટાંકીને આ આદેશ આપ્યો છે. બાંગ્લાદેશનો વિદેશી મુદ્રા ભંડાર 12 ઓક્ટોબરે $36.33 બિલિયન હતો, જેનાથી માત્ર 4 મહિનાનું આયાતનું કામ થઈ શકે એમ છે. એક વર્ષ અગાઉ બાંગ્લાદેશનો વિદેશી મુદ્રા ભંડાર $46.13 બિલિયન હતો.
નોરા ફતેહી મોરોક્કન-કેનેડિયન પરિવારમાંથી આવે છે. તેણે 2014 માં હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો.

[ad_2]

Google search engine