[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

યવતમાળથી મુંબઈ જતાં અકસ્માત: મૃતકોના પરિવારોને સહાયની જાહેરાત

બસમાં આગ: મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના ઔરંગાબાદ રોડ પર ટ્રક અને બસ વચ્ચેની ટક્કર બાદ બસમાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં ૧૨ જણનાં મોત અને ૪૩ જણ ઘાયલ થયાં
હતાં. (એજન્સી)
——–
નવી દિલ્હી: મહારાષ્ટ્રના નાશિક-ઔરંગાબાદ માર્ગ પર નંદુરનાકા પાસે બસ અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માત બાદ બસની ડીઝલની ટાંકી ફાટતા આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં આખી બસ સળગી ગઇ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર પચાસ કરતાં વધુ પ્રવાસીમાંથી ૧૨ પ્રવાસી બળીને ભડથું થઈ ગયાં હતાં. મૃતકોમાં ડ્રાઈવર તેમ જ નાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં ૪૩ પ્રવાસી ઘાયલ થયા હતા.
ઘાયલોમાંથી અમુકની હાલત ગંભીર હોવાને કારણે મરણાંક વધી શકે એમ છે.
આગ લાગતા અગાઉ બસ મિનિ વૅન સાથે ટકરાઈને ઊેંધી વળી ગઈ હતી.
જોકે, કેટલાક મુસાફરોએ બસની બારીમાંથી બહાર કૂદી જઈને પોતાનો જીવ બચાવ્યો હતો.
બસ યવતમાળથી મુંબઈ જઈ રહી હતી ત્યારે વહેલી સવારે સવાપાંચ વાગે આ દુર્ઘટના બની હતી.
ઘટનાની જાણ થતાં જ અગ્નિશમન દળ, પોલીસ દળ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પ્રત્યેક મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની અને ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક મૃતકના પરિવારને બે લાખ રૂપિયાની સહાયની તેમ જ ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
મૃતકોના પરિવારને મુખ્ય પ્રધાન રાહત ફંડમાંથી સહાય કરવામાં આવશે.
ઘાયલોમાંથી ત્રણને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જણાવતાં શિંદેએ કહ્યું હતું કે દુર્ઘટનાને ગંભીરતાથી લઈ એ મામલે તપાસ યોજવામાં આવશે.
બસના આગળના ભાગમાંઆગ લાગે હોવાને કારણે સૌથી વધુ જાનહાનિ આગળના ભાગમાં જ થઈ હતી. વહેલી સવાર હોવાથી મોટા ભાગના પ્રવાસીઓ ઊંઘમાં હતા અને તેને લીધે તેઓને બચવાની તક નહોતી મળી. દરમિયાન, આ ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

Google search engine

[ad_2]

Google search engine