[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





નવી દિલ્હી: અત્યંત વેગપૂર્વક અર્થતંત્રને વિકસાવતું ભારત તેના પર્યાવરણને પણ સક્ષમ બનાવતું હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. રાજ્યોના પર્યાવરણ ખાતાના પ્રધાનોને સંબોધન કરતાં વડા પ્રધાને જણાવ્યું
હતું કે નૂતન ભારત નવા વિચારો અને નવા અભિગમ
સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે માળખાકીય
વિકાસને પર્યાવરણની મંજૂરીના મુદ્દે ગૂંચવાતો હોવાનું નોંધાયું છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે સૌથી મોટું ઉદાહરણ તમે જ્યાં બેઠા છો, એ એકતા નગરમાં છે. દેશની આઝાદી પછી તરત જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, એ સરદાર સરોવર બંધનું કામ શહેરી નક્સલીઓએ રોક્યું તે આ બાબતનો શ્રેષ્ઠ દાખલો છે. દેશના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા અસાધારણ છે. દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ સરદાર સરોવર બંધનો શિલાન્યાસ કર્યા પછી તરત શહેરી નક્સલીઓ મેદાનમાં ઉતરી પડ્યા. નર્મદા નદી પર સરદાર સરોવર બંધ પર્યાવરણને નુકસાન કરનાર હોવાનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. નર્મદા નદી પર બંધ બાંધવાનું કામ વારંવાર રોકવામાં આવ્યું. જે કામની શરૂઆત નહેરુજીએ કરી હતી, તેની પૂર્ણાહુતિ મારા આગમન બાદ થઈ.
વડા પ્રધાને જણાવ્યું હતું કે પરિવેશ પોર્ટલ એનવાયર્નમેન્ટ ક્લીયરન્સની સિંગલ વિન્ડો સિસ્ટમ છે. અગાઉ એનવાયર્નમેન્ટ ક્લીયરન્સમાં ૬૦૦ દિવસોથી વધુ વખત લાગતો હતો, એ કામ હવે આ પોર્ટલ પર ૭૫ દિવસોમાં પૂરું થાય છે. એનવાયરનમેન્ટ ક્લીયરન્સ માટે કાયદા અને નિયમોની સાથે સંબંઘિત પ્રાંતના લોકોના વિકાસને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. (એજન્સી)



Post Views:
54




[ad_2]

Google search engine