[ad_1]
ગુજરાતના દરિયાકાંઠે ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે. આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરાવમાં આવ્યું હતું. આ ઓપરેશનમાં પાકિસ્તાની બોટના 6 ક્રૂ મેમ્બર સાથે 50 કિલો હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે. પકિસ્તાની અલ-સાકર નામની બોટમાં ડ્રગ્સનો જથ્થો ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો. 50 કિલો હેરોઈનની કિંમત રૂ.350 કરોડ થાય છે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથે એટીએસે એક વર્ષમાં આ છઠ્ઠું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડ્યું છે. તોફાની દરિયા અને ખરાબ હવામાન વચ્ચે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે પાકિસ્તાની બોટને ઝડપી પાડી હતી. આ બોટને વધુ તપાસ માટે જખૌ લાવવામાં આવી છે. બોટની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માહિતી પ્રમાણે અલ-સાકાર નામની પાકિસ્તાની બોટ સાથે 6 પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. જેની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગત 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની બોટમાંથી આશરે 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઇન પકડવામાં આવ્યું હતું. એક મહિના કરતાં ઓછા સમયમાં બીજું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર ડ્રગ્સના દુષણને ડામવા કડક પગલા લઇ રહી છે.
[ad_2]