[ad_1]
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેના સંકેત ધર્મના નામે તેજ થઇ રેહલી રાજનીતિ આપી રહી છે. આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન આજે વડોદરા આવવાના છે. એ પહેલા પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે.
આજે રાજ્યભરના શહેરોમાં અરવિંદ કેજરીવાલ વિરોધ બેનરો જોવા મળ્યા હતા. જેમાં કેજરીવાલને મુસ્લિમ પોષક અને ટોપીમાં રજુ કરવામાં આવ્યા છે અને ‘હું હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’ એવું લખાણ લખવામાં આવ્યું છે. પોસ્ટર કોણે લગાવ્યા એ સ્પષ્ટ નથી પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે જ આયોજનબદ્ધ રીતે ધર્મપરિવર્તનના નામે લોકોએ ડરાવી પોતાના તરફ કરવા માટે આ કાર્ય કર્યું છે.

આજે અમદાવાદ, સુરત અને રાજકોટમાં કેજરીવાલના ફોટો સાથે ‘હું ઈશ્વરને માનીશ નહીં’, ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહિ, ‘આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’, ‘હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઈ હિંદુ ક્રિયા કરીશ નહિ’ તેવા લખાણ સાથેનાં બેનર લગાવવામાં આવ્યાં છે. જોકે આ બેનર કોણે લગાવ્યાં એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ ચૂંટણી સમયે આ પ્રકારનાં બેનર લાગતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

નોંધનીય છે કે બુધવારે વિજયાદશમીના દિવસે કરોલબાગમાં રાની ઝાંસી રોડ પર આવેલા આંબેડકર ભવનમાં દિલ્હી સરકારના પ્રધાન રાજેન્દ્ર પાલ બૌધ ધર્મના દીક્ષગ્રાહણ સમારોહમાં હાજર રહ્યા હતા જેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં બૌધ ધર્મગુરુ લોકોને ‘હું હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહિ’ એવા સપથ લેવડાવી રહ્યા હતા.
ગઈકાલે ગુજરાત સરકારના પ્રધાન અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી AAP પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાજેન્દ્ર પાલે જાહેર મંચ પરથી ધર્મપરિવર્તનની વાત કરી છે. આદિકાળથી આપણે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છીએ. પછી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ, રામ સાથે જોડાયેલા છીએ. ક્યાંક ને ક્યાંક લોકોને ફ્રી આપવાનું, ધર્મપરિવર્તન કરાવવાનું બંધ કરો. આ દેશના લોકોને કંઈક જુદું બતાવીને શું સાબિત કરવા માગો છો.
[ad_2]