[ad_1]
દિવાળીના તહેવારમાં બી ટાઉન સેલેબ્સ દિવાળી પાર્ટીમાં જતાં હોય છે ત્યારે તેમની સ્ટાઈલ ચર્ચાનું કારણ બનતી હોય છે. બી ટાઉનની દિવાળી પાર્ટીમાં રણવીર સિંહ અને દીપિકા પદુકોણ ન જોવા મળતાં ફરી બંને વચ્ચે ઠીક ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અગાઉ પણ એવી અફવા ઉડી હતી કે રણવીર અને દીપિકાનું લગ્નજીવન સુખમય ચાલી રહ્યું નથી.
નોંધનીય છે કે બંને પોતપોતાના કામમાં વ્યસ્ત છે. રણવીર શૂટિંગને કારણે મુંબઈ બહાર ટ્રાવેલ કરી રહ્યો છે ત્યારે દીપિકાની તબિયત પણ સારી ન હોવાને કારણે તે આરામ કરી રહી છે. દીપિકા તેના પતિ રણવીર વગર એકલા પાર્ટીમાં જવાનું અવોઈડ કરતી હોય છે અને દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવતી હોય છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા એક્ટર પ્રભાસ સાથે એક ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત અમિતાભ સાથે ‘ધ ઇન્ટર્ન’ કરી રહી છે. દીપિકા ‘મહાભારત’ પર આધારિત એક ફિલ્મમાં કામ કરી રહી છે. તો રણવીર સિંહ ‘સર્કસ’ તથા ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’માં જોવા મળશે.
[ad_2]