[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન અને ગૌરી ખાનનો દીકરો આર્યન ખાન કથિત ડ્રગ્સ કેસને લઈને ચર્ચાનું કારણ બન્યો હતો. આર્યન ખાનની મુંબઈથી ગોવા જતી ક્રૂઝમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર પહેલી વાર આર્યનની મમ્મી એટલે કે ગૌરી ખાને જાહેરમાં આ અંગે વાત કરી હતી. ફિલ્મ મેકર કરન જોહરના ચેટ શોમાં ગૌરી ખાન, મહીપ કપૂર અને ભાવના પાંડે આવ્યા હતાં તે દરમિયાન કરને આર્યનનું નામ લીધા વગર ગૌરીને કહ્યું હતું કે, આ સમય તારા માટે ઘણો જ મુશ્કેલ હતો અને તે આ સમયમાંથી વધુ તાકાતવર બનીને બહાર આવી છે. મને ખ્યાલ છે કે તમે એક માતા છો. આપણે એક જ પરિવારના હિસ્સા છીએ અને હું પણ આ જ પરિવારનો છું. આ વાત કોઈના માટે સરળ નહોતી. ગૌરી ખાને કહ્યું હતું, ‘અમે જે સમયમાંથી પસાર થયાં એનાથી વધુ કંઈ જ ખરાબ ના હોઈ શકે, પરંતુ પરિવાર તરીકે અમે સાથે ઊભાં રહ્યાં. હું કહી શકું છું કે હવે અમે સારા સ્પેસમાં છીએ. અમને લોકોનો પ્રેમ પણ મળ્યો. અમારા મિત્રો અને અઢળક લોકોએ અમને મેસેજ કર્યા. હું તમામની આભારી છું કે તે બધાએ મને મદદ કરી.’
આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો. આ કેસમાં NCBને આર્યન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. થોડાં દિવસ પહેલાં જ આર્યન ખાને સો.મીડિયામાં કમબેક કર્યું હતું.



Post Views:
170




[ad_2]

Google search engine