[ad_1]
મુંબઇ: દિવાળીમાં સાફ-સફાઇ કરવામાં સૌથી વધુ કંટાળો બાથરૂમની સફાઇ કરવાનો આવે છે. બાથરૂમની પીળી અથવા ગંદી થઇ ગયેલી ટાઇલ્સને સાફ કરવામાં ખૂબ મહેનત કરવી પડે છે. ગૃહિણીઓ માટે દિવાળીની સફાઇમાં સૌથી ત્રાસદાયક બાથરૂમની ટાઇલ્સની સફાઇનું કામ છે. જે ઘણું અઘરું અને મહેનત માગતુ કામ છે. બાથરૂમને ચમકાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. એમાં પણ જો તમારા બાથરૂમની ટાઇલ્સ ગંદી અથવા પીળી પડી ગઇ હોય તો બહુ ખરાબ લાગે છે.
ઓછી મહેનતે તેની સફાઇ
વિનેગર
બાથરૂમની ટાઇલ્સ ચમકાવવા માટે તમે બહારથી વિનેગર લાવો અને એને સ્પ્રે બોટલમાં ભરી લો. ત્યાર બાદ બાથરૂમમાં આ સ્પ્રે છાંટી દો અને થોડીવાર માટે રહેવા દો. ત્યાર બાદ બ્રશને ટાઇલ્સ પર ઘસો. આ રીતે ઓછી મહેનતે બાથરૂમ ટાઇલ્સની સફાઇ થઇ જશે.
લીંબુનો રસ અને બેકિંગ સોડા
બાથરૂમમાં નળ, ટાઇલ્સ અને ડાઘાને દૂર કરવા માટે લીંબુનો રસ અને બેકિંગ સોડા સૌથી સારો ઉપાય છે. આ માટે તમે એક ડિશમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરો. ત્યાર બાદ આ મિશ્રણને તમે ટાઇલ્સ અને નળ પર લગાવો અને કોટનના કપડાથી હળવા હાથે ઘસો. આમ કરવાથી તમારા બાથરૂમમાં લાગેલા નળ અને ટાઇલ્સ બધું ચોખ્ખું થઇ જશે.
એસિડ અને પાણી ભેંગુ કરી લો. આમાં એસિડનું પ્રમાણ ઓછુ લેવું. આ એસિડમાં તમે પાણી વધારે લો જેથી કરીને ટાઇલ્સમાં તીરાડ ન પડે અને ટાઇલ્સ ખરાબ ન થાય. હવે આ એસિડ અને પાણીને ભેંગુ કરીને ટાઇલ્સ પર નાંખો અને સાવરણાંની મદદથી ઘસી લો. હવે બે મિનિટ રહીને ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમારી ટાઇલ્સ પરના ડાધા દૂર થઇ જાય છે. જો તમે આ ઉપાયોથી બાથરૂમની ટાઇલ્સની સફાઇ કરશો તો તે ચોખ્ખી થઇ જશે અને સાથે-સાથે એના પર પડેલા ડાઘા પણ દૂર થઇ જશે.
[ad_2]