[ad_1]

મહારાષ્ટ્રના દિગ્ગજ કોંગ્કેસ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન માણિકરાવ ગાવિતનું નાશિકમાં 87ની વયે નિધન થયું હતું. નંદુરબારમાં કોંગ્રેસને મજબૂત બનાવનારા માણિકરાવ નવ વાર લોકસભા સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા હતાં અને બે વાર કેંદ્રમાં રાજ્ય રક્ષાના પ્રધાન તરીકે પણ તેમણે ફરજ બજાવી હતી. ઈંદિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધી કોગ્રેસને પોતાના ક્ષેત્રમાં તેમણે મજબૂત બનાવી રાખી હતી. માણિકરાવની ઓળખાણ એક પ્રખર આદિવાસી નેતા તરીકે રહી છે. આશરે અડધી સદી સુધી મહારાષ્ટ્રનો નંદુરબાર જિલ્લો કોંગ્રેસનો ગઢ રહ્યો છે, તેમાં માણિકરાવ ગાવિતનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. મહારાષ્ટ્રના આદિવાસી સમાજની સમસ્યાઓ સંસદમાં રજૂ કરતાં હતાં.
મળતી માહિતી અનુસાર તેઓ લાંબા સમયથી બીમાર હતાં અને નાશિકમાં સારવાર દરમિયાનું તેમનું મોત થયું હતું. આવતી કાલે નવાપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Post Views:
152
[ad_2]