[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

હિન્દી ફિલ્મ જગત માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે, અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય કરનાર પીઢ અભિનેતા અરુણ બાલીનું નિધન થયું છે. તેઓ 79 વર્ષના હતા. તેમણે સવારે 4:30 વાગ્યે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ ઘણા દિવસોથી સતત બીમાર હતા અને થોડા મહિના પહેલા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અરુણ બાલીની પુત્રીએ જણાવ્યું કે તેના પિતાને માયસ્થેનિયા ગ્રેવિસ નામની ગંભીર બીમારી હતી. આ ઓટોઈમ્યુન રોગ છે જેમાં નર્વ્સ અને મસલ્સ વચ્ચે બેરીયર રચાય છે. તેમના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ઘણા સેલેબ્સ અને ફેન્સ શોક વ્યક્ત કરી રહ્યા છે.
અરુણ બાલીએ અભિનેતા તરીકે તેમની કારકિર્દી 90ના દાયકામાં શરૂ કરી હતી. તે રાજુ બન ગયા જેન્ટલમેન, ફૂલ ઔર અંગારે, ખલનાયક, 3 ઈડિયટ્સ, પાણીપત અને વેબ સિરીઝ મિર્ઝાપુરમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય તેણે ટીવી શો ‘બાબુલ કી દુઆં લેતી જા’, કુમકુમ જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.
તેમના સ્વસ્થ થવાની અપેક્ષા હતી, પરંતુ અફસોસ તેઓ મૃત્યુ સામે જંગ હારી ગયા.

Google search engine

[ad_2]

Google search engine