[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કેન્દ્ર સરકારના યોજના મુજબ મુંબઈને ૨૦૨૫ની સાલ સુધીમાં ‘ટીબી’ મુક્ત કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ કમર કસી છે. તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે ૨૬ સપ્ટેમ્બરથી ૧૨ ઑક્ટોબર સુધી ચાલશે. આ ઝુંબેશ દરમિયાન કુષ્ઠરોગની પણ તપાસ કરવામાં આવવાની છે.
મુંબઈને ‘ટીબી’ મુક્ત કરવા માટે હાથ ધરેલી ઝુંબેશમાં પાલિકાના ૨,૮૨૯ કર્મચારીઓ જોડાશે. આ કર્મચારીઓ મુંબઈભરમાં ૧ લાખ ૮૬ ઘરોની મુલાકાત લેશે અને સર્વેક્ષણ કરશે.
કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિર્મૂલન ઝુંબેશમાં ૨૦૩૦ સુધીમાં દેશમાંથી કુષ્ઠરોગનું નિર્મૂલન કરવામાં આવવાનું છે. તે માટે પાલિકાએ ૨૬ સપ્ટેમ્બરથી ૧૨ ઑક્ટોબર, ૨૦૨૨ના સમયગાળા દરમિયાન ‘સક્રિય સંયુક્ત ક્ષયરોગ શોધ મોહિમ’ અને ‘કુષ્ઠરોગ શોધ અભિયાન’ અમલમાં મુકી છે. આ ઝુંબેશમાં પાલિકાની આરોગ્ય ટીમ ઘરે ઘરે જઈને ટીબી સહિત કુષ્ઠરોગ બાબતે આરોગ્યની તપાસ કરશે અને જનજાગૃતિ લાવશે. તેથી પાલિકાની આ ટીમને સહકાર આપવાની અપીલ કરી છે.
પાલિકાની ટીમ સવારના ૯ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીમાં ઘરે-ઘરે મુલાકાત લેવાનો છે. આ ટીમમાં ત્રણ સ્વયંસેવકોની ટીમ હશે. આ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ જણાયું તો પાલિકા તરફથી તેની મફતમાં સારવાર કરવામાં આવશે.

ટીબી અને કુષ્ઠરોગના લક્ષણો
કોઈ પણ વ્યક્તિને ૧૪ દિવસ કરતા વધુ સમય માટે ઉધરસ હોય, સાંજના સમયે તાવ આવે, વજનમાં લાક્ષણિક ઘટાડો આવે, કફમાં લોહી આવે, છાતીમાં દુખાવો થાય, ગળા પર સોજો આવવો વગેરે ટીબીના લક્ષણો છે. તો કુષ્ઠરોગના દર્દીઓના ત્વચા પર લાલ ચટ્ટા થવા, તે જગ્યાએ પસીનો ના આવવો, ત્વચામાં સંવેદના જણાય નહીં, ભ્રમરના વાળ ખરે, એ સિવાય કુષ્ઠરોગમાં આંખ પૂરી બંધ થાય નહીં, તેમ જ હાથપગના તળિયામાં ખાલી ચઢવી, બહેરાશપણું આવવું અને જખમો થવા, હાથ અને પગની આંગળીઓ વાંકી થવી, હાથ-પગમાં અશક્તિ જણાય .



Post Views:
27




[ad_2]

Google search engine