[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણે રવિવારે અમેરિકામાં ડોલરની તુલનામાં સતત નબળા થઈ રહેલા રૂપિયા અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રૂપિયો નબળો નહીં ડોલર મજબૂત બની રહ્યો છે. જોકે, રૂપિયાએ અન્ય બજારોની કરન્સી કરતાં સારું પ્રદર્શન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોલર સામે રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ છે ત્યારે નાણા પ્રધાને આ નિવેદન આપ્યું હતું.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકોમાં ભાગ લેવા નાણા પ્રધાન નિર્મલા સિતારમણ અમેરિકાના પ્રવાસે છે ત્યારે વોશિંગટન ડીસીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફેરેન્સમાં રૂપિયામાં થઈ રહેલા ઘટાડા અંગે સવાલો કરવામાં આવ્યા હતાં.

Read more: કેન્દ્રમાં 2024માં મહાગઠબંધનનો ધ્વજ લહેરાશે, લાલુ પુત્રની ભવિષ્યવાણી

આ તમામ સવાલોના જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે, હું આને એવી રીતે નથી જોતી કે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે. મારી નજરે ડોલર મજબૂત થઈ રહ્યો છે. આથી સ્વાભાવિક છે એ કરન્સી નબળી થશે, જેની તુલનામાં ડોલર મજબૂત થઈ રહ્યો હોય.

નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારતીય રૂપિયો અન્ય ઊભરતાં બજારોની કરન્સીની સરખામણીમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે. જોકે, આરબીઆઈ રૂપિયાના ઘટાડાને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.

[ad_2]

Google search engine