[ad_1]

સાઉથ અને બોલીવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે ચાર મહિના પહેલા દીકરાને જન્મ આપ્યો હતો અને હવે તે તેની આગામી ફિલ્મ માટે તૈયારીઓ કરી રહી છે. મળતી માહિતી અનુસાર કાજલે તમિલ ફિલ્મ ‘ઇન્ડિયન 2’ માટે માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ લઈ રહી છે.
આ સંદર્ભે સોશિયલ મીડિયા પર ટ્રેનિંગનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે, કલરીપાયટ્ટુ એક પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ છે. તેનો અર્થ યુદ્ધના મેદાનની કળાઓનો અભ્યાસ એવો થાય છે. આ આર્ટનો જાદુ શાઓલિન, કુંગ ફૂ, કરાટે તથા તાઇક્વાન્ડોની સાથે સાથે વિકસિત થયો. કાજલે પોતાના ટ્રેનરનો આભાર પણ માન્યો હતો.
નોંધનીય છે કે આ ફિલ્મની જાહેરાત 2017માં કરવામાં આવી હતી, પરંતુ કોરોનાને કારણે ફિલ્મનું શૂટિંગ થઈ શક્યું નહોતું. ફિલ્મમાં કમલ હસન મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે ત્યારે ગુલશન ગ્રોવર, સિદ્ધાર્થ અને રાકુલ પ્રીત સિંહ જેવા કલાકારો પણ મહત્ત્વના પાત્રોમાં દેખાશે. 1996માં ફિલ્મનો પહેલા ભાગ રિલીઝ થયો હતો.
દીકરાના જન્મના ચાર મહિના બાદ કાજલ એક્શન પેક્ડ મૂવી માટે કામ કરી રહી છે એ જાણીને યુઝર્સે કાજલની પ્રશંસા કરી હતી અને તેને હિમ્મતવાન ગણાવી હતી.
Post Views:
9
[ad_2]