[ad_1]
ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 16’નાં તમામ સ્પર્ધકોમાં સૌથી નાનો સિંગર અબ્દુ રોઝિકે પોતાની ક્યૂટનેસ અને મેચ્યોર વાતોથી ચાહકોના દિલ જીત્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર શોનો એક વીડિયો વાઇરલ થયો છે, જેને કારણે યુઝર્સ રોષે ભરાયા છે.
અબ્દુ રોઝિકને ટીવી એક્ટ્રેસ તથા સ્પર્ધક ટીના દત્તા કિસ કરે છે. અબ્દુ રસોડાની સામે ખુરસીમાં બેઠો હોય છે. ત્યારે જ ટીના આવે છે અને અબ્દુને જોરથી પકડીને કિસ કરવા લાગે છે. આ દરમિયાન અબ્દુ ઘણો જ અસહજ જોવા મળ્યો હતો. તે ટીનાનો હાથ છોડાવવાનો પણ પ્રયાસ કરે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સને ટીનાની આ હરકત બિલકુલ પસંદ આવી નથી. એક યુઝરે કહ્યું હતું કે આ એક જાતની સતામણી છે. જો આવી હરકત કોઈ પુરુષે કરી હોત તો નેશનલ મુદ્દો બની જાત. એક યુઝરે લખ્યું હતું કે, અબ્દુ કોઈ બાળક નથી. તેની મરજી વગર તેને ટચ કરવો તથા કિસ કરવી તે હેરેસમેન્ટ જ છે.
— media (@qualitzmedia) October 11, 2022
અબ્દુ રોઝિકનો જન્મ 3 સપ્ટેમ્બર, 2003ના રોજ તઝાકિસ્તાનમાં થયો હતો. અબ્દુ 19 વર્ષનો છે. તેને રિકેટ્સ નામની બીમારી છે. આ બીમારીમાં વ્યક્તિની ઊંચાઈ વધતી નથી. અબ્દુના પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાને કારણે તેણે 7-8 વર્ષની ઉંમરમાંથી જ ગાવાનું શરૂ કર્યું હતું. રેપર બહરુઝને અબ્દુનો અવાજ ઘણો જ ગમી ગયો હતો. તે અબ્દુને લઈને દુબઈ આવ્યો હતો. અબ્દુ પોતાના ગોલ્ડન શૂઝને કારણે ચર્ચામાં આવ્યો હતો. આ શૂઝની કિંમત 4 લાખ 11 હજાર રૂપિયા છે. અબ્દુની નેટવર્થ 1.6 કરોડ રૂપિયા છે.
[ad_2]