[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાના મજબૂત જોબ ડેટાને કારણે અમેરિકાની મધ્યસ્થ બેન્ક ફેડરલ રિઝર્વને ફરી એક વખત વ્યાજદર વધારવાની તક અને કારણ મળશે એવી અટકળો વચ્ચે વેચવાલીનું દબાણ વધી જતાં ગબડી પડેલા અમેરિકન શેરબજારો પાછળ એશિયા, યુરોપ અને સ્થાનિક બજારમાં પણ વેચવાલીનું દબામ અને પીછેહઠ જોવા મળી હતી. સેન્સેક્સ સત્ર દરમિયાન ૨૦૦ પોઇન્ટથી વધુ નીચી સપાટીએ ખાબક્યો હતો અને પાછલા સત્રમાં સંસ્થાકીય લેવાલીનો ટેકો મળતા તે નીચી સપાટીથી ધણું નુકસાન પચાવીને પાછો ફર્યો છે. એક્સચેન્જ પાસેથી ઉપલબ્ધ ડેટા અનુસાર પાછલા સત્રમાં વિદેશી ફંડોેએ રૂ. ૨૨૫૦.૭૭ કરોડની વેચવાલી નોંધાવી હતી.
યુએસ જોબ ડેટા જોતા રેટ વ્યાજદરના વધારાની અર્થતંત્ર પર કોઇ પ્રતિકૂળ અસર ના થઇ હોવાનું પ્રતિત થતાં ફેડરલ રિઝર્વ હવે વધુ આક્રમક વ્યાજ વૃદ્ધિ જાહેર કરશે અને મંદીને નોતરશે એવી દહેશત વચ્ચે મોટાભાગના વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં નરમાઇ જોવા મળી હતી અને તેની પાછળ સ્થાનિક બજારમાં પણ બેન્ચમાર્ક ગબડ્યા હતા. સત્ર દરમિયાન ૮૨૫.૬૧ પોઇન્ટ અથવા તો ૧.૪૧ ટકાના કડાકા સાથે ૫૭,૩૬૫.૬૮ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા બાદ અંતે સેન્સેક્સ સેન્સેક્સ ૨૦૦.૧૮ પોઇન્ટ અથવા તો ૦.૩૪ ટકાના ગાબડા સાથે ૫૭,૯૯૧.૧૧ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૭૩.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૪૩ ટકાના ગાબડા સાથે ૧૭,૨૪૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
નિષ્ણાતો માને છે કે અપેક્ષાથી વધુ સારા જોબ ડેટા આવવાથી એ વાત સિદ્ધ થઇ કે વ્યાજદરના વધારાથી અર્થતંત્ર ધીમું પડ્યું નથી અને તેને પરિણામે ફેડરલ વધુ આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કરશે તો ંદી આવશે, એવી અટકળોને કારણે ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. દરમિયાન ચીનમાં કોરોનાના વધતા પ્રકોપને કારણે વધુ શરેહોમાં લોકડાઉન અમલી બની રહ્યું હોવાના અહેવાલોને કારણે પમ માનસ ખરડાયું હતું.
અમેરિકના શેરબજારો ગબડ્યા બાદ એશિયાઇ બજારોમાં પણ નરમાઇ અને પીછેહઠ જોવા મળી હતી. હોંગકોંગ, શાંઘાઇ, પેરિસ અને લંડનના શેરબજારોમાં પીછેહઠ હતી. જોકે, ફ્રેન્કફર્ટમાં સુધારો હતો. ટોકિયોમાં શેરબજાર રજાને કારણે બંધ હતું. યુરોપના શેરોબજારોમાં પણ મધ્યસત્ર સુધી મોટેભાગે મંદી હાવી રહી હોવાના અહેવાલો હતા.
બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૮૭ ટકા ઘટીને જ્યારે, નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૯૫ ટકાનો ઘટાડો નોંધાયોે છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૮ ટકા નબળાઈની સાથે બંધ થયો છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ફાર્મા, મેટલ, આઈટી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ ૦.૨૬-૧.૨૧ ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી ૦.૨૨ ટકાના ઘટાડાની સાથે ૩૯,૦૯૩.૧૦ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી શેરોમાં વધારો છે.
અગ્રણી શેરોમાં ટાટા મોટર્સ, ટાટા ક્ધઝ્યુમર, હિરો મોટોકોર્પ, એશિયન પેંટ્સ, આઈટીસી, ટાઈટન, ગ્રાસિમ, ડિવિઝ લેબ અને એચડીએફસી ૧.૧૧-૩.૭૯ ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે એક્સિસ બેન્ક, ટીસીએસ, એચડીએફસી લાઈફ, વિપ્રો, આઈશર મોટર્સ અને ઈન્ફોસિસ ૦.૯૫-૩.૦૪ ટકા સુધી વધીને બંધ થયા છે.
મિડકેપ શેરોમાં ડિલેવરી, અશોક લેલેન્ડ, ઈમામી, વેંદાત ફેશન્સ અને નુવુકો વિસ્ટાસ ૨.૨૯-૪.૬૪ સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, કેસ્ટ્રોલ, પરસિસ્ટન્ટ, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને ભારત ફોર્જ ૧.૬૬-૮.૯૦ ટકા સુધી ઉછળો છે.
સ્મોલોકપ શેરોમાં યુનિકેમ લેબ્સ, સફારી ઈન્ડસ્ટ્રીઝ, રૂશિલ ડેકોર, રૂબી મિલ્સ અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ૫.૮-૭.૧૧ ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ઈકેઆઈ એનર્જી, ગાર્ડન રિચ, બ્રાઈટકોમ ગ્રુપ, રસેલ ઈન્ડિયા અને બ્લેક બોક્સ ૧૦.૨૪-૨૦.૦૦ ટકા સુધી ઊછળ્યા છે.
એ નોંધવું રહ્યું કે, પાછલા સપ્તાહમાં વૈશ્ર્વિક બજારોના સારા સંકેત સાથે સ્થાનિક સ્તરે એફઆઇઆઇની લેવાલીના ટેકાને કારણે બજારમાં એકંદરે તેજીનો રંગ જળવાયો હતો. આગળ જતાં બજારની ચાલનો આધાર કોર્પોરેટ પરિણામ, ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની હલચલ, ક્રૂડ ઓઇલના ભાવ, એફઆઆઇના વલણ અને મેક્રોઇકોનોમિક્સ ડેટા પર રહેશે.

[ad_2]

Google search engine