[ad_1]

આશરે સાત દાયકા બાદ ભારતમાં ફરી એક વાર ચિત્તાઓનું આગમન થયું છે. ચિત્તાઓને માલવાહક વિશેષ વિમાનની મદદથી નામીબિયાથી ભારત લાવવામાં આવ્યા હતાં. હાલમાં તેમને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યો છે. જે દેશમાંથી ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા તે દેશ વિશે કેટલીક રોચક વાતો જે તમને આશ્ચર્ય પમાડશે.
આફ્રીકી દેશ નામિબાયામાં એક એવી જનજાતિ છે, જ્યાં મહિલાઓ જીવનમાં ખાલી એક જ વાર સ્નાન કરે છે અને એ પણ તેના લગ્નના દિવસે. તેમ છતાં આ દેશની મહિલાઓને આફ્રિકાની સૌથી સુંદર મહિલાઓ રબેવામાં આવે છે. આ જનજાતિનું નામ હિંબા છે, જે કુનૈન પ્રાંતમાં રહેતી હતી. મહિલાઓ હેમટાઈટ ડસ્ટ અને જનાવરોની ચરબીમાંથી બનેલી પેસ્ટ શરીર પર લગાવે છે, જેને કારણે તેમના શરીરનો રંગ લાલ થઈ જાય છે.
નામિબીયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં સમુદ્ર અને રણનું મિલન થાય છે. આ દુનિયાનું સૌથી જૂનું રણમાનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ રણ આશરે સાડા પાંચ કરોડ વર્ષથી પણ વધુ જૂનું છે. આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યાએ રેતીના સૌથી મોટા ઢગલા છે. આ રણપ્રદેશ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરિકે જાહેર કરવામાં આવ્યો છે.
નામિબિયામાં એક ઝરણું પણ છે જે દુનિયાની સૌથી મોટું અંડરગ્રાઉન્ડ ઝરણું છે, જેનું નામ ડ્રેગન્સ બ્રિધ છે અર્થાત ડ્રેગનનો શ્વાસ. જમીનથી આશરે 330 ફૂટ ઉંડુ આ ઝરણું 4.9 એકડ જમીનમાં ફેલાયેલું છે.
નામિબીયાના નામીબ રણપ્રદેશમાં વેલ્વિત્ચિયા મિરાબિલિસ (Welwitschia Mirabilis) નામની વનસ્પતિ મળી આવે છે. અંગ્રેજીમાં તેને વેલ્વિત્ચિયા નામે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ વિશે કહેવામાં આવે છે કે તે 1,000 કરતાં વધુ વર્ષો સુધી જીવિત રહી શકે છે.
Post Views:
82
[ad_2]