[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

(તસવીર: હરેશ સોની)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જિલ્લામાં બપોર બાદ અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢમાં બપોરે ત્રણ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. લોકોને ગરમીમાંથી જરૂર રાહત થઈ હતી. રોડ રસ્તા, મુખ્ય માર્ગો, શેરી ગલીઓ પર પાણી ફરી વળ્યાં હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદને પગલે ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ હતી. આ માવઠાથી તૈયાર પાકમાં નુકસાનીને પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી
ગઈ હતી. જુનાગઢ શહેરમાં શરદપૂર્ણિમાંના દિવસે રાસ ગરબાના આયોજન મોકૂફ રખાતા ખેલૈયામાં નારાજગી જોવા મળી હતી.

Google search engine

[ad_2]

Google search engine