[ad_1]
એચ. એન. ગોલીબારની નવલકથા
ખન્નાસે એ હાડકા પર નવમો લીટો કરી નાખ્યો હતો. એના ચહેરા પર અત્યારે ખુશીની ચમક દોડી આવી હતી. એણે ઝુબ્ોરનો જીવ પોતાની મુઠ્ઠીમાં લઈ લીધો હતો. હવે કલાકની અંદર જ ઝુબ્ોર મરી જવાનો હતો. ખન્નાસ ઊભો થયો. હાથમાં વધેલો કોલસો એ ચાવી
ગયો અન્ો પછી અંધારામાં ગાયબ થઈ ગયો
——–
‘રાજન… તું ફિકર ન કર… હું જેમ બન્ો એમ જલદી ખન્નાસની પક્કડમાંથી ઝુબ્ોરની જિંદગી છોડાવી લાવું છું… હું ફોન મૂકું છું.’કહેતાં સામેથી જિન્નાતભાઈએ ફોન મૂકી દીધો
—-
‘સર…! ઑફિસનો દરવાજો ખોલીન્ો અંદર આવતાં નર્સ લલિતાએ કહૃાું, ‘ગજબ થઈ ગયો ?!!’
‘શું થયું…? ‘ડૉકટર બાટલીવાલાએ નર્સ લલિતાના નવાઈથી ભરેલા ચહેરા સામે જોતાં પ્ાૂછ્યું.
‘સર….મિસ્ટર રાજનનું લોહી છે ન્ો…એ…!’ નર્સ લલિતા અટકી.
‘હા…હા…તો….?’ ડૉક્ટર બાટલીવાલાન્ો નર્સ લલિતા બોલતી અટકી એ ગમ્યું નહિ.
‘સર…એ લોહી મિસ્ટર ઝુબ્ોરની પાઈપમાં ઊતરવાન્ો બદલે બાટલામાં જ જામી ગયું છે.’
‘ના હોય..?!?’ કહેતાં ડૉક્ટર ઊભા થઈ ગયા. પરિમલ પણ ઝાટકા સાથે ઊભો થઈ ગયો.
ડૉક્ટર બાટલીવાલા ઈમરજન્સી વોર્ડ તરફ દોડયા. પાછળ પરિમલ અન્ો નર્સ લલિતા પણ દોડી.
ડૉક્ટર બાટલીવાલાએ ઈમરજન્સી વોર્ડમાં પહોંચીન્ો જોયું તો ખરેખર રાજનનું લોહી બાટલામાં જ જામી ગયું હતું. એટલે ઝુબ્ોરની પાઈપ બિલકુલ કોરી હતી. ઝુબ્ોરની આંખો બંધ હતી. એની છાતી ધીમે-ધીમે ઊંચી-નીચી થતી હતી.
ડૉક્ટર બાટલીવાલાએ રાજનના પલંગ પાસ્ો પડેલા બીજા બાટલામાં ભરાઈ રહેલા લોહી તરફ જોયું. એ બાટલામાં પણ લોહી જામી ગયું હતું. એ બાટલા પાસ્ોથી પાઈપ કાઢીન્ો એમણે રાજનનું લોહી જોયું. એ પાતળું જ હતું. એમણે ફરી બાટલામાં એ પાઈપ લગાવી. ‘તો પછી આ લોહી બાટલામાં કેમ જામી જાય છે ?’ ડૉક્ટર બાટલીવાલાના મગજમાં સવાલ જન્મ્યો. એમણે ડૉક્ટર ગાલા તરફ જોયું. એ નજરન્ો જાણે સમજી ગયા હોય એમ એમણે કહૃાું, ‘ડૉક્ટર, મન્ો પણ કંઈ જ સમજાતું નથી.
‘શું થાય છે, ડૉક્ટર…જુઓન્ો…?’ મારું લોહી બાટલામાં કેમ જામી જાય છે ? જલદી કરોન્ો.. ઝુબ્ોરન્ો… આટલું બોલતાં-બોલતાં રાજનના ગળે ડૂમો બાઝી ગયો. જે ઝુબ્ોર પોતાન્ો માટે જીવ-જાન આપવા માટે હંમેશાં ત્ૌયાર ન્ો તત્પર રહેતો હતો, એ જ ઝુબ્ોરન્ો આજે બચાવવાનો મોકો મળ્યો હતો ત્યારે પોતાનું લોહી આમ જામી કેમ જતું હતું ?
પોતાનું લોહી આમ જામી જતું હતું એ કંઈ નાની-સ્ાૂની વાત નહોતી. જ્યારે ઝુબ્ોરની જિંદગી જોખમમાં હતી ત્યારે આવી બધી મુશ્કેલીઓ શા માટે ઊભી હતી ? શું આમાં ખન્નાસનો હાથ હશે…? પોત્ો-પોત્ો જેમ બન્ો એમ જલદી જિન્નાતભાઈન્ો ફોન કરીન્ો એમન્ો આ વાત જણાવવી જોઈએ. કદાચન્ો એ કોઈ મદદ કરી શકે…!
રાજનનું લોહી આ રીત્ો જમાવીન્ો વેડફવાનો સવાલ નહોતો. ડૉક્ટર ગાલાએ રાજનના કાંડામાંથી સોય કાઢી નાખી. રાજન બ્ોઠો થઈ ગયો.
ડૉક્ટર બાટલીવાલા ઝુબ્ોર પાસ્ો બ્ોસી ગયા. હવે ઝુબ્ોરની છાતી ધમણની જેમ ઊંચી-નીચી થતી હતી. ડૉકટર બાટલીવાલાએ ઝુબ્ોરન્ો તપાસીન્ો રાજન તરફ જોયું. ‘આપણે ઝુબ્ોરન્ો બહારથી લોહી મગાવીન્ો આપી જોઈએ.’ ડૉક્ટર ગાલાએ કહૃાું.
‘હા….’ પણ એ.બી.ગ્રુપનું લોહી શોધતાં, અહીં પહોંચતા અન્ો ઝુબ્ોરન્ો ચડાવતાં ખાસ્સો લાંબો સમય વીતી જશે અન્ો ત્યાં સુધી તો…
‘ઉવા….’ ઝુબ્ોરે ફરી લોહીની ઊલટી કરી. એટલે ડૉક્ટર બાટલીવાલા આગળ અટક્યા.
ત્યાં દરિયાકિનારા પર, ખન્નાસ્ો એ હાડકાં પર નવમો લીટો કરી નાખ્યો હતો. એના ચહેરા પર અત્યારે ખુશીની ચમક દોડી આવી હતી. એણે ઝુબ્ોરનો જીવ પોતાની મુઠ્ઠીમાં લઈ લીધો હતો. હવે કલાકની અંદર જ ઝુબ્ોર મરી જવાનો હતો. ખન્નાસ ઊભો થયો. હાથમાં વધેલો કોલસો એ ચાવી ગયો અન્ો પછી ખડખડાટ હસતો-હસતો એ અંધારામાં ગાયબ થઈ ગયો.
અહીં નર્સ લલિતાએ ઝુબ્ોરનો લોહીવાળો ચહેરો સાફ કર્યો. ઝુબ્ોર હવે પ્ાૂતળાની જેમ સજ્જડ બનીન્ો પડ્યો હતો. ડૉક્ટર બાટલીવાલાએ ઝુબ્ોરન્ો તપાસ્યો અન્ો ઊભા થઈન્ો પછી રાજન તરફ જોતાં બોલ્યા, ‘હવે ઝુબ્ોર કલાક પણ વધુ જીવી જાય તો ભગવાનની મહેરબાની…!’
‘નહીં….! રાજનના મોઢામાંથી નીકળી ગયું.
‘હું પણ એવું ઈચ્છું છું કે ઝુબ્ોર બચી જાય.’ ડૉક્ટર બાટલીવાલાએ કહૃાું, ‘ચાલો…આપણે એ.બી.ગ્રુપના લોહી માટે બ્ો-ત્રણ ઠેકાણે ફોન તો કરીએ…ઝુબ્ોરન્ો બચાવવા માટે આપણે સહેજ પણ કસર બાકી રાખવી નથી. કહેતાં ડૉક્ટર બાટલીવાલા બહાર નીકળ્યા. રાજન પણ એમની સાથે ઝડપી ચાલે બહાર નીકળ્યો. પરિમલ એની પાસ્ો આવ્યો. રાજનનો ચહેરો જોતાં એન્ો ખ્યાલ આવી ગયો કે પોતાનો દોસ્ત ઝુબ્ોર હવે મોતની નજીક પહોંચી ચૂક્યો છે.’
‘રાજન ! તું જિન્ના….!’ પરિમલ આગળ બોલે એ પહેલાં જ રાજન્ો આગળ વધતાં કહૃાું, ‘હું એ જ કરું છું.’
પરિમલ પણ રાજનની પાછળ આગળ વધ્યો.
રાજન ડૉકટર બાટલીવાલાની ઑફિસમાં ઘૂસ્યો, તો ડૉકટર બાટલીવાલા ફોન પર કોઈની સાથે વાતચીત કરી રહૃાા હતા. એ બહાર નીકળ્યો એટલે બહાર ઊભેલો પરિમલ સમજી ગયો હોય એમ બોલ્યો, ‘ચાલ !’ ડૉકટર ગાલાની ઑફિસમાંથી ફોન કરી દે.
‘હા…!’ કહેતાં ઝડપી ચાલે રાજન ડૉકટર ગાલાની ઑફિસમાં ઘૂસ્યો. પાછળ પરિમલ પણ અંદર આવ્યો. રાજન્ો ઝડપથી મનમાં ‘જિન્નાતભાઈ બાદશાહ નંબર સાતસો સિત્યોત્ોર કહીન્ો ફોન પર ૭૭૭ નંબર લગાવ્યો. એ સાથે જ સામે ઘંટડી વાગવા લાગી. રાજનનું હૃદય ધક… ધક…ધક ધડકવા લાગ્યું.’ હવે જિન્નાત-ભાઈ જ ઝુબ્ોરન્ો મોતના મોઢામાંથી બચાવી શકે એમ હતા. જો અત્યારે સામેથી જિન્નાત-ભાઈનો ફોન નહીં ઉઠાવે તો…
પરિમલ પણ આતુરતાથી ફાટેલી આંખે ફોન તરફ જોઈ રહૃાો હતો.
‘હેલ્લો…!’ સામેથી અવાજ આવ્યો એ સાથે જ ટટ્ટાર થઈ જતાં રાજન્ો કહૃાું, ‘હેલ્લો…કોણ જિન્નાતભાઈ?’
‘હા…બોલ રાજન…!’ સામેથી જિન્નાતભાઈનો અવાજ આવ્યો. ત્યાં જ રાજનન્ો ઝુબ્ોરની કહેલી વાત યાદ આવી. સામે ફોન પર જિન્નાતભાઈ છે કે નહીં એ જાણવા માટે એમ કહેવું કે જિન્નાતભાઈ તમે મન્ો ફોન કરો..! જોકે, ‘જિન્નાતભાઈ બાદશાહ નંબર સાતસો સિત્યોત્ોર કહીન્ો સાતસો સિત્યોત્ોર નંબર લગાવવાથી સામેથી જિન્નાતભાઈ જ ફોન ઉઠાવશે.’
પરંતુ અત્યારે રાજન કોઈ જાતનું જોખમ ઉઠાવવા માગતો નહોતો. એણે પોત્ો જ સાતસો સિત્યોત્ોર નંબર લગાવ્યો હતો. છતાંય એણે સામે જિન્નાતભાઈ છે કે ખન્નાસ છે એ ચકાસી લેવાનું જરૂરી માન્યું એટલે એણે કહૃાું, ‘જિન્નાતભાઈ…’ તમે મન્ો આ નંબરે ફોન કરો. એણે નંબર કહૃાો, ‘મારે ખૂબ જ જરૂરી કામ છે. ઝુબ્ોરની જિંદગી જોખમમાં છે.’ કહેતાં એણે ફોન મૂકી દીધો.
બીજી જ સ્ોક્ધડે ફોનની ઘંટડી ધણધણી ઊઠી.
રાજન્ો ચીલ ઝડપ્ો ફોનનું રિસિવર ઉઠાવીન્ો કાન પર ધર્યું, ‘હેલ્લો…!
‘હું જિન્નાતભાઈ બોલું છું. બોલ…!’ સામેથી જિન્નાતભાઈનો અવાજ આવ્યો.
‘જિન્નાતભાઈ!’ ઝુબ્ોર તમારી પાસ્ોથી અન્ો ખન્નાસ પાસ્ોથી આવ્યો એ પછી થોડીકવાર પછી એન્ો અચાનક લોહીની ઊલટીઓ શરૂ થઈ હતી. કહેતાં રાજન્ો ત્યારથી અત્યાર સુધી જિન્નાતભાઈન્ો ટૂંકમાં બધી વિગતવાર વાત કહી સંભળાવી અન્ો છેલ્લે ઉમેર્યું, ‘જિન્નાતભાઈ, અત્યારે ઝુબ્ોર મોતની ખૂબ જ નજીક પહોંચી ચૂકયો છે. એન્ો ફકત તમે જ બચાવી શકો એમ છો.
‘રાજન…!’ જિન્નાત-ભાઈએ સામેથી કહૃાું, ‘જો ખન્નાસ્ો ઝુબ્ોરની જિંદગીન્ો પોતાની મુઠ્ઠીમાં પકડીન્ો એન્ો મોત તરફ ધકેલ્યો હશે તો પછી હું ઝુબ્ોરન્ો મોતના મોઢામાં નહીં જવા દઉં, એટલે સહુ પહેલાં તો મારે હવે પહેલાં ખન્નાસ્ો કયાં અન્ો કઈ રીત્ો ઝુબ્ોરની જિંદગીન્ો પક્કડમાં લીધી છે એ જોવું-શોધવું પડશે. અન્ો એના માટે થોડોક સમય તો લાગશે જ.’
‘પણ…ડૉકટરે તો કહૃાું છે કે હવે ઝુબ્ોર માંડ કલાકેક સુધી જીવી શકશે. રાજન્ો કહૃાું.
‘રાજન…’ તું ફિકર ન કર…હું જેમ બન્ો એમ જલદી ખન્નાસની પક્કડમાંથી ઝુબ્ોરની જિંદગી છોડાવી લાવું છું…સમય ઓછો છે…ચલ…હું ફોન મૂકું છું.’ કહેતાં સામેથી જિન્નાતભાઈએ ફોન મૂકી દીધો.
રાજન્ો ધીમેથી ફોન મૂકયો. પરિમલ રાજન બોલતો હતો એની પરથી સમજી ગયો હતો કે, જિન્નાતભાઈએ એની સાથે શું વાત કરી છે, ત્ોમ છતાંય એણે પ્ાૂછયું, ‘શું થયું, રાજન…?’
‘જિન્નાતભાઈનું માનવું છે કે ખન્નાસ્ો ઝુબ્ોરન્ો મોત તરફ ધકેલ્યો છે. એમણે આપણન્ો બ્ોફિકર રહેવાનું કહૃાું છે.’ કહેતાં રાજન ઝડપી ચાલે દરવાજા તરફ આગળ વધ્યો. આશાથી ભરાયેલા મન સાથે પરિમલ પણ રાજનની પાછળ આગળ વધ્યો. એ બન્ન્ો બહાર નીકળ્યા ત્યાં જ પાસ્ોથી ડૉકટર બાટલીવાલા પસાર થયા અન્ો રાજન ત્ોમજ પરિમલન્ો જોતાં જ બોલી ઊઠયા, ‘મિસ્ટર રાજન..!’ ઝુબ્ોરનાં નસીબ ખૂબ જ સારાં છે. એ. બી. ગ્રુપનું લોહી કે.જી. હૉસ્પિટલમાંથી મળી ગયું છે. હમણાં થોડીક વારમાં જ એના બાટલાઓ અહીં આવી પહોંચશે.
‘આપનો કઈ રીત્ો આભા…’ રાજન આગળ બોલે એ પહેલાં જ એન્ો બોલતો અટકાવતાં, ઈમરજન્સી વોર્ડ તરફ આગળ વધતાં ડૉકટર બાટલીવાલાએ કહૃાું, ‘એમાં આભાર માનવાની કંઈ જ જરૂર નથી. ઝુબ્ોરના પિતા મારા લંગોટિયા દોસ્ત છે, અન્ો એ હિસાબ્ો ઝુબ્ોર મારા દીકરા જેવો છે, દીકરા માટે બાપ દોડાદોડી કરે એમાં આભાર માનવાનો ન હોય.’
ત્રણેય બરાબર ઈમરજન્સી વોર્ડ પાસ્ો પહોંચ્યા ત્યાં જ ઈમરજન્સી વોર્ડનો દરવાજો ખોલીન્ો ડૉકટર ગાલા બહાર આવ્યા. અન્ો ડૉકટર બાટલીવાલાન્ો આવેલા જોતાં જ પ્ાૂછયું, ‘જરા એક મિનિટ અંદર આવશો, ડૉકટર…?’
‘ચોક્કસ…!’ કહેતાં ડૉકટર બાટલીવાલા ઈમરજન્સી વોર્ડમાં ઘૂસ્યા. એ સાથે જ ડૉકટર ગાલાએ દરવાજો બંધ કરી દીધો.
દરવાજા પાસ્ો જ પડેલા બાંકડા પર બા અન્ો સલમા એ જ રીત્ો બ્ોઠાં હતાં. સલમાની આંખોમાંથી હજુ પણ આંસુઓની ધાર વહી રહી હતી.
‘ભાભી…! રાજન્ો સલમાન્ો કહૃાું, ‘હવે રડો નહીં. લોહીની વ્યવસ્થા થઈ ગઈ છે. બ્ો-ચાર કલાકમાં તો ઝુબ્ોરની તબિયત પણ સારી થઈ જશે.’
‘પણ…એમન્ો કંઈ થશે તો નહીંન્ો…?’ કહેતાં સલમા ઊભી થઈ.
‘આપણે અલ્લાહ પર…!’ રાજન આગળ બોલે એ પહેલાં જ ખટ…કરતાં ઈમરજન્સી વોર્ડના દરવાજાની સ્ટોપર ખૂલી. રાજન, પરિમલ, બા અન્ો સલમાએ એ તરફ જોયું.
ઈમરજન્સી વોર્ડનો દરવાજો ખૂલ્યો અન્ો અંદરથી ડૉકટર બાટલીવાલા બહાર નીકળ્યા. એમનાં ચશ્માં નાક પર નહીં, પરંતુ હાથમાં હતા. એ સલમા, રાજન અન્ો પરિમલની સામે આવીન્ો ઊભા રહૃાા. ચૂપ રહૃાા. એ કંઈ બોલ્યા નહીં એટલે સલમાન્ો જાણે ધ્રાસ્કો પડયો હોય એમ એણે પ્ાૂછયું, ‘અંકલ, શું થયું ? કેમ છે એમન્ો?’
ડૉકટર બાટલીવાલાએ રૂમાલથી આંખો સાફ કરી અન્ો સલમાન્ો માથે હાથ ફેરવ્યો, પછી જાણે સલમાની નજર સાથે નજર ન મેળવી શકતા હોય એમ થોડાક દૂર ખસ્યા અન્ો બીજી તરફ મોઢું ફેરવીન્ો બોલ્યા, ‘સલમા બ્ોટા…મન્ો માફ કરજે…હું…હું ઝુબ્ોરન્ો ન બચાવી શકયો…એ…મોતની ઊંઘમાં સ્ાૂઈ ગયો છે. એ આપણન્ો હંમેશ માટે છોડીન્ો….’
‘ઓ અલ્લા રે….!’ની બ્ાૂમ પાડતાં સલમા જમીન પર પછડાઈ. એના હાથની બંગડીઓ ફૂટી-બાના હાથમાંથી માળા છૂટીન્ો ખોળામાં પડી.
રાજન અન્ો પરિમલ પ્ાૂતળાની જેમ સજ્જડ થઈ ગયા….ઉઘાડી આંખે એમની આંખોમાંથી પ્ાૂરની જેમ આંસુઓ નીકળવા લાગ્યાં.
એમનો જિગરી દોસ્ત, ભાઈ જેવો ઝુબ્ોર, એમન્ો છોડીન્ો ચાલ્યો ગયો હતો….હંમેશ માટે…
ડૉકટર બાટલીવાળાએ રડતી-ચિલ્લાતી-પડછાતી સલમા તરફ જોયું. એમની આંખોમાં પણ આંસુઓ ઊભરાઈ આવ્યાં હતાં. એમણે આંસુઓન્ો લૂછતાં રાજન સામે જોયું. રાજન બ્ો હાથ વચ્ચે મોઢું છુપાવીન્ો ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહૃાો હતો. ‘પોતાન્ો કારણે જ ઝુબ્ોર મર્યો હતો.’ પોત્ો જો એન્ો ખન્નાસ પાસ્ો ન મોકલ્યો હોત તો, કદાચ ઝુબ્ોર મર્યો ન હોત. વળી, જિન્નાતભાઈએ પોતાન્ો થોડીકવાર પહેલાં જ ફોન પર કહૃાું હતું કે, ‘ઝુબ્ોરન્ો કંઈ નહીં થાય…! ત્ો પછી ઝુબ્ોર કેમ મરી ગયો હતો ? પોત્ો જિન્નાતભાઈન્ો ફોન કરીન્ો એમની સાથે વાત કરવી….!
ડૉકટર બાટલીવાલાએ રાજનના ખભે હાથ મૂકયો. રાજનના વિચારો અટકયા. એે ડૉકટર બાટલીવાલા સામે જોયું. ‘રાજન…!’ બાટલીવાલાએ કહૃાું, ‘તારે અન્ો પરિમલે તો હિંમત રાખવી પડશે. ઝુબ્ોરના ઘરવાળાઓન્ો સંભાળવા પડશે. ચાલ…આપણે ઝુબ્ોરના અબ્બાન્ો ફોન કરી દઈએ.’
રાજન્ો આંખો પરનાં આંસુ લૂછયાં, પરંતુ આંખોમાંથી આંસુ નીકળતાં અટકયાં નહીં.
રાજન્ો પરિમલ સામે જોયું. પરિમલ રડતી આંખે પોતાની તરફ જ જોઈ રહૃાો હતો. રાજન પરિમલ પાસ્ો આવ્યો. બોલવા માટે એણે મોઢું ખોલ્યું, પરંતુ અવાજ બહાર નીકળ્યો નહીં. બીજી વાર એણે મહેનત કરીન્ો અવાજ બહાર કાઢયો. ‘પરિમલ!’ તું બાન્ો ચૂપ રાખ. એમન્ો કહે કે, એ સલમાભાભીન્ો સંભાળે.
‘આ…આ…શું થઈ ગયું…?’ કહેતાં પરિમલ ધ્રૂસકે-ધ્રૂસકે રડતાં રાજનન્ો વળગી પડયો. રાજન્ો બ્ો મિનિટ સુધી પરિમલની પીઠ પર હાથ ફેરવ્યો. પરિમલનાં ધ્રૂસકાં ઓછાં થયાં. રાજન્ો એન્ો પોતાનાથી અલગ કર્યો. ‘હું ઝુબ્ોરના અબ્બા હમીદચાચાન્ો ફોન કરીન્ો આવું છું.’ કહેતાં રાજન આગળ વધ્યો. સાથે ડૉકટર બાટલીવાલા પણ આગળ વધી ગયા.
પરિમલ બા પાસ્ો આવીન્ો બ્ોઠો. ‘બા ! તમે શાંત થઈ જાવ…આ સલમાભાભીન્ો સાચવો..!’ પરિમલે કહૃાું એટલે બાએ આંસુ લૂછતાં સલમા સામે જોયું. સલમા જમીન પર પથરાઈન્ો રડી રહી હતી. બાન્ો પરિમલની વાત બરાબર લાગી હોય એમ તરત જ આંસુ લૂછયાં અન્ો સલમા પાસ્ો બ્ોસીન્ો એન્ો ચૂપ કરવા લાગ્યાં. સલમા બાન્ો વળગી પડી.
રાજન ખુરશી પર બ્ોઠો. ડૉકટર બાટલીવાલાએ ઝુબ્ોરના ઘરે ફોન લગાવ્યો અન્ો ઘડિયાળમાં જોયું. રાતના પોણા બ્ો વાગ્યા હતા. થોડીક વાર સુધી સામે ઘંટડી વાગતી રહી. પછી સામેથી ઝુબ્ોરના અબ્બાએ જ ફોન ઉઠાવ્યો. એ ઊંઘમાં હતા. ‘હેલ્લો…!’
‘હેલ્લો…હું બાટલીવાલા બોલું છું, હમીદ !’ ડૉકટર બાટલીવાલાએ કહૃાું. એ સાથે જ સામેથી ઝુબ્ોરના અબ્બા હમીદચાચા હસ્યા, ‘અલ્યા…! ડૉકટરન્ો અડધી રાત્રે જગાડવામાં આવે એ વાત ઘણી વાર જોઈ-સાંભળી છે, પરંતુ ડૉકટર અડધી રાત્રે કોઈન્ો જગાડે એ આજે જ જોયું.’
‘યાર…હમીદ…!’ ડૉકટર બાટલીવાલાએ કહૃાું, ‘મારે તારું એક કામ છે. તું જરા હૉસ્પિટલે આવી જઈશ?’
‘અત્યારે…?’ સામેથી ઝુબ્ોરના અબ્બા હમીદચાચાએ પ્ાૂછયું.
‘હા, અત્યારે….ન્ો ભાભીજીન્ો લઈન્ો આવજે.’ ડૉકટર બાટલીવાલાએ કહૃાું.
‘એવું તો શું કામ…?’ ઝુબ્ોરના અબ્બા હમીદચાચા આગળ બોલે એ પહેલાં જ એન્ો અટકાવતાં ડૉકટર બાટલીવાલાએ કહૃાું, ‘વધુ પ્ાૂછપ્ાૂછ ના કર…તન્ો કહૃાું એટલે આવી જા, બસ…!’
‘સારું…!’ સામેથી ઝુબ્ોરના અબ્બા હમીદચાચાએ કહૃાું, અન્ો ફોન મૂકી દીધો. ડૉકટર બાટલીવાલાએ પણ ફોન મૂકયો અન્ો રાજન સામે જોયું. ‘રાજન, ઝુબ્ોરના અબ્બા હમણાં વીસ-પચીસ મિનિટમાં આવી પહોંચશે. એમન્ો ખૂબ જ સાચવીન્ો ઝુબ્ોરના અવસાનના સમાચાર આપવા પડશે. હું બહાર એમની વાટ જોઈન્ો ઊભો છું. તું ત્યાં સુધી ઝુબ્ોરના ખાસ દોસ્તો સાથે નજીકના સગાં-વહાલાંન્ો ફોન કરી દે.’
પછી….પછી શું થયું…? શું ખરેખર ઝુબ્ોર અવસાન પામ્યો હતો…? જિન્નાતભાઈએ ખન્નાસન્ો કેવી રીત્ો ખતમ કર્યો…? રાજન અન્ો પરિમલનું શું થયું…? સલમાનું શું થયું…? રાજનની પત્ની નીમુ અન્ો બાળકોનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.
[ad_2]