[ad_1]
પીઢ અભિનેત્રી અને સપા નેતા જયા બચ્ચન તેમના બિન્ધાસ્ત અંદાજને કારણે અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બને છે. મનમાં જે પણ હોય તે બેબાકીથી ડર્યા વિના વાત રજૂ કરે છે. ઘણીવાર આ જ આદતને કારણે જયા બચ્ચનને ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. હાલમાં પણ જયા બચ્ચનનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જયા બચ્ચન તેના ફોટો લઈ રહેલા ફોટોગ્રાફરને કહે છે ‘તું નીચે પડી જા.’
અત્રે ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન અને પેપરાઝ વચ્ચે 36નો આંકડો છે. તેઓ ફોટોગ્રાફર્સને જોઈને ગુસ્સામાં આવી જાય છે અને તેમની પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
આ વખતે જયા બચ્ચનની નિંદા કરનારની લિસ્ટમાં ઉર્ફી જાવેદનું નામ પણ સામેલ થઈ ગયું છે. ઉર્ફીએ તેની ઈન્સ્ટા સ્ટોરી શેર કરીને જયા બચ્ચનના વર્તનની નિંદા કરી છે. તેણે લખ્યું હતું કે, શું તેમણે કહ્યુ તમે પડી જાવ? પ્લીઝ આપણે તેમના જેવું ના બનવું જોઈએ. આપણે બધાએ એકબીજા માટે સારું વિચારવું જોઈએ. ઉર્ફી જયા બચ્ચન પર કટાક્ષ કરતા લખે છે “લોકો તમારી ઉંમર કે સ્ટેટસ જોઈને તમારી ઈજ્જત નહીં કરે, લોકો તમારી ઈજ્જત ત્યારે કરશે જ્યારે તમે તેમની ઈજ્જત કરશો.
[ad_2]