[responsivevoice_button voice="Hindi Female"]
[ad_1]
બોલીવૂડ રેપર અને સિંગર બાદશાહે બે વર્ષ પહેલાં પત્ની જાસ્મિનને ડિવોર્સ આપ્યા હતા. જોકે, હવે માહિતી મળી રહી છે કે તે પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીને ડેટ કરી રહ્યો છે. બાદશાહ તથા ઈશા પહેલી જ વાર મિત્રની પાર્ટીમાં એકબીજાને મળ્યા હતા અને ત્યારબાદ તેઓ ડેટ કરવા લાગ્યા હતા.
સૂત્રોના મતે, બાદશાહે પરિવારને પણ ઈશા સાથેના સંબંધોની જાણ કરી હતી. પરિવાર આ સંબંધથી ઘણો જ ખુશ છે. જોકે, બાદશાહને પર્સનલ લાઇફ અંગે વાત કરવી બહુ પસંદ નથી અને તેથી જ તે આ મુદ્દે વધુ બોલતો નથી. 2019માં બાદશાહ તથા જાસ્મિન વચ્ચેના વિવાદની વાતો સામે આવી હતી. બંને ત્યારથી અલગ રહે છે. તેમને દીકરી જેસી ગ્રેસ પણ છે. જોકે, કોરોના બાદ જાસ્મિન દીકરી સાથે લંડન જતી રહી છે.
[ad_2]