સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ હંમેશા તેના અલગ અને વિવાદાસ્પદ સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે. હવે એનો લેટેસ્ટ લૂક સામે આવ્યો છે. આમાં તે હંમેશની જેમ સુંદર દેખાઇ રહી છે, પરંતુ આ લુકની ખાસ વાત એ છે કે તેમાં ઉર્ફીનો ચહેરો દેખાતો નથી. ઉર્ફીનો આ લુક કંઈક અંશે 90ના દાયકાના ડિસ્કો થીમથી પ્રેરિત લાગે છે.
આ લૂકમાં ઉર્ફીએ પોતાનો ચહેરો ઢાકી દીધો છએ, જેને જોઇને આપણને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંન્દ્રાની યાદ આવી જાય છે. એ પણ મીડિયા સામે અલગ-અલગ ફેસ કવરથી પોતાનો ચહેરો ઢાંકતા જોવા મળે છે. ઉર્ફીએ આ વખતે પણ એવું જ કંઈક કર્યું છે. પોતાના લુકને ઉર્ફીએ ફની કેપ્શન પણ આપ્યું છે. ‘દર્દ એ ડિસ્કો’
આ પહેલીવાર નથી કે જ્યારે ઉર્ફીએ પોતાના માટે આવો અનોખો, હટકે આઉટફિટ ડિઝાઇન કર્યો હોય. આ પહેલા પણ તે ઈલેક્ટ્રીક વાયર અને પત્થરો વડે આવું પરાક્રમ કરી ચુકી છે. તાજેતરમાં, નેટફ્લિક્સ પર એક પ્રમોશનલ વીડિયોમાં, ઉર્ફી સિમ કાર્ડથી બનેલો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. ઉર્ફીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં નેટફ્લિક્સની સીરિઝ ‘જમતારા 2’ના સ્ટારકાસ્ટ ડિઝાઈનર સિમ કાર્ડથી બનેલા ડ્રેસનું વેચાણ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે.
[responsivevoice_button voice="Hindi Female"]