[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





મળતર માંગણીઓને લઈને રાજ્યભરમાં માલધારીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. 11 પડતર માગણીઓનો ઉકેલ ના આવતા લધારીઓએ આજે 21 સપ્ટેમ્બરના રોજ ગુજરાતભરમાં દૂધ હડતાળ જહેર કરી છે. માલધારીઓએ ગુજરાત ભરની ડેરીઓમાં દુધની સપ્લાય અને વેચાણ ખોરવી દીધું છે. માલધારીઓ દુધ જમીન પર ઢોળી, નદીમાં વહાવી અને કુતરાને પીવડાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો ઘણી જગ્યાએ દૂધનું વેચાણ કરતી દુકાનો પર હિંસક હુમલા થયાની ઘટનાઓ બની છે. જેને કારણે રાજ્ય ભરમાં દૂધની અછત સર્જાઈ છે.
અમદાવાદ શહેરમાં ગઈકાલ રાતથી જ દૂધનો સ્ટોક ખલાસ થઈ ગયો હતો. લોકોએ ગઈકાલ સાંજથી જ દૂધની મોટા પ્રમાણમાં ખરીદી કરવા માંડી હતી. સુપરમાર્કેટમાં તો ગઈકાલે બપોરનો જ દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. આજે દિવસભર અમદાવાદમાં દૂધની અછત રહેશે. દૂધ કેન્દ્રો તેમજ અમુલ પાર્લર અને જનરલ સ્ટોર પર દૂધ નહીં મળતા લોકો અકળાયા છે.
સુરતમાં સુમુલ ડેરી પર દૂધ લેવા ગઈ કાલ રાતથી પડાપડી થઇ રહી છે. લોકો દૂધ માટે કલાક સુધી લાઈનોમાં ઉભા રહ્યા. આ માટે દૂધ પાર્લર બહાર બાઉન્સરો મૂકવા પડ્યા છે. તો રાજકોટમાં દૂધની દુકાનમાં તોડફોડની ઘટના બની છે.
રાજકોટ, સુરત સહિત ઘણી જગ્યાએ દૂધ સપ્લાય કરતાં વાહનોને અટકાવી વિરોધ કરી રહેલાએ હજારો લિટર દૂધને જાહેર રસ્તા પર ઢોળી દીધાની પણ ઘટનાઓ બની છે. સુરતમાં માલધારી સમાજના યુવકોએ સુમૂલ ડેરીના દૂધના ટેમ્પા રોકી હાજરો લીટર દૂધની થેલીઓ તાપી નદીમાં ફેંકી દીધી હતી. આ ઉપરાંત તાપી નદીમાં દૂધના કેન ખાલી કરવામાં આવ્યા છે. અમદાવાદમાં માલધારી સમાજ દુધ હડતાળને સમર્થના આપવા શ્વાનોને દૂધ પીવડાવી દેવાયું છે.

માલધારી સમાજના વડા ઘનશ્યામપુરી બાપુએ દૂધ ન ઢોળવા અપીલ કરી છે. તેના બદલે દૂધ ગરીબોને પિવડાવવ અથવા મંદિરોમાં આપવ અથવા ખીર બનાવી દ્વારકાધીશ ભગવાનનો પ્રસાદ તરીકે વિતરણ કરવા સમાજને અપીલ કરવામાં આવી છે.
રાજકોટના એરપોર્ટ રોડ પર દૂધની દુકાનમાં તોડફોડ કરાઈ છે. માલધારી સમાજે આજે દૂધ વેચાણ પર મનાઈ ફરમાવી હતી. આ વચ્ચે રાજકોટ ડેરીના આઉટલેટ પર દૂધ વેચવામાં આવી રહ્યું હતું. 15 જેટલા અજાણ્યા શખ્સોએ દૂધની થેલીઓ દુકાનમાંથી કાઢી ઢોળી નાંખી હતી. દૂધન જથ્થામાં છાશ નાખી દેતા વેપારીને નુકસાન થયું છે. આ કારણે દૂધની ખરીદી કરવા આવતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.

રાજ્યભરની દૂધ મંડળીમાં માલધારી આજે દૂધ ભરવા માટે નહિ જાય. જેને કારણે આવતી કાલે પણ દૂધની અછત રહેશે.



Post Views:
171




[ad_2]

Google search engine