[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





ગુજરાતના પાટનગર ગાંધીનગરના ઈન્દ્રોડા ગામ પાસે આજે સવારે ફાયરીંગની ઘટના બનતા ચકચાર ફેલાઈ ગઈ છે. આ ફાયરીંગની ઘટનામાં સચિવાલયના ગૃહ વિભાગના કામ કરતા કિરણ મકવાણા નામના કર્મચારીનું મોત નિપજ્યું છે. ગાંધીનગરના સેક્ટર-10 પાસે ગોળીબાર થયાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.
ઈન્દ્રોડા ગામના રહેવાસી 40 વર્ષીય કિરણ મકવાણા સાયકલ પર સેક્ટર-10 પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઇક સવાર દ્વારા એક રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યુ હતું. ગાંધીનગર સેક્ટર-10 માં આવેલી બિજ નિગમની કચેરી બહાર ફાયરીંગ કરાયુ હતું. આ ઘટનામાં કિરણ મકવાણા મોત થયું છે. કિરણ મકવાણા સચિવાલયના ગૃહ વિભાગમાં પટાવાળાની નોકરી કરી કરતા હતા. તેઓ સવારે 10 વાગ્યાની આસપાસ પોતાની સાયકલ પર નોકરીએ જઈ રહ્યા હતા. ત્યારે બિજ નિગમ પાસે તેમના પર ફાયરીગ કરવામાં આવ્યું હતું.
રાજ્યના પાટનગરમાં જ્યાં હાલ VIP લોકોની અવરજવર છે ત્યાં ગોળીબારની ઘટના બનતા પોલીસ સતર્ક થઇ ગઈ છે. પોલીસે હાલ આ મામલે તપાસ ચાલુ કરી છે. અંગત અદાવતના કારણે ફાયરિંગ કરાયું કે અન્ય કોઈ કારણ હોઈ શકે તે દિશામાં તપાસ કરાઈ રહી છે. કિરણ મકવાણાના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ ઈન્દ્રોડા ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું છે.



Post Views:
48




[ad_2]

Google search engine