[ad_1]
ભારતીય ક્રિકેટ જગતમાં કેપ્ટન કૂલ તરીકે લોકપ્રિય એમ. એસ. ધોની હવે ફિલ્મ જગતમાં પણ છવાશે. મળતી માહિતી અનુસાર ધોનીએ પોતાનું પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઈન્મેન્ટ લોન્ચ કર્યું છે. તે હાલમાં સાઉથની ફિલ્મો પ્રોડ્યુસ કરશે. ફિલ્મ ‘ધ હિડન હિન્દુ’ની સ્ટોરીને અક્ષત ગુપ્તાએ લખી છે, જે એક પૌરાણિક થ્રિલર ફિલ્મ છે. ‘બ્લેઝ ટુ ગ્લોરી’ની સ્ટોરી વર્ષ 2011માં ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ જીત પર આધારિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સમયની સાથે ધોની પોતાની નવી ઇનિંગને વિસ્તારશે અને અન્ય ભાષાઓમાં ફિલ્મો બનાવવાનું કામ કરશે.
ધોની ફિલ્મી દુનિયામાં પદાર્પણ કરવા જઈ રહ્યો હોવાની ચર્ચા છેલ્લાં ઘણા સમયથી ચાલી રહી હતી. એક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ધોની સાઉથ સુપરસ્ટાર થાલાપતિ વિજય સાથે ફિલ્મ કરશે.
નોંધનીય છે કે ધોનીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લઈ લીધો છે ત્યારે આઈપીએલ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ માટે હજુ પણ રમી રહ્યો છે. ધોની ભારતીય ટીમ માટે મેન્ટર તરીકે પણ કામ કરે છે.
[ad_2]