[ad_1]

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા તેમના કલ્યાણ માટે લેવામાં આવેલા અનેક પગલાંને કારણે સ્થાનિક સહકાર ક્ષેત્ર અત્યંત ખુશ છે એમ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને શનિવારે પુણેમાં જણાવ્યું હતું.
જે લોકોએ રાજકીય લાભ મેળવવા માટે આટલા વર્ષો સહકાર ક્ષેત્રનો લાભ ઉઠાવ્યો તેમણે ક્યારેય આને માટે અલગ મંત્રાલય બનાવવાનો વિચાર કર્યો નહોતો, પરંતુ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ તેમણે સહકાર મંત્રાલય બનાવ્યું છે, એમ તેમણે બારામતીની ત્રણ દિવસની મુલાકાતના છેલ્લા દિવસે જણાવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે બારામતી એનસીપીસુપ્રીમો શરદ પવારનો ગઢ છે અને ભૂતપૂર્વ કેન્દ્રીય કૃષિ પ્રધાનનો પરિવાર સહકાર ક્ષેત્રમાં વર્ષોથી છે.
સીતારામને જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્રની સાકર મિલો, બૅન્ક વગેરે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે મારી મુલાકાત થઈ હતી અને તેઓ અત્યંત ખુશ છે. તેમને રાહત આપવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાંની માહિતી આપતી વખતે ચારે તરફ તાળીઓ પડી રહી હતી.
બારામતીની મુલાકાત અંગે તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં કેટલીક બેઠકો બોલાવી હતી અને કેન્દ્રીય યોજનાના અમલીકરણ અંગેની માહિતી મેળવી હતી.
ભાજપ માટે બારામતી કેટલું મહત્ત્વનું છે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેમની મુલાકાતનો હેતુ પક્ષના સંગઠનને મજબૂત કરવાનો અને વધુ શું કરી શકાય તેની માહિતી મેળવવાનો હતો.
ફૂગાવા અંગે તેમણે કહ્યું હતું કે સરકાર તેને નિયંત્રણમાં રાખવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
ખાદ્ય તેલની આયાત તેમ જ દાળની આયાત પરથી આયાત ડ્યૂટી હટાવીને ભાવને નિયંત્રણમાં લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.
વેદાંતા-ફોક્સકોન વિવાદ પર તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની સરકારના કાર્યકાળમાં નાણાર રિફાઈનરી, વાઢવાણ બંદર, મેટ્રો કાર શેડ અને બૂલેટ ટ્રેન જેવા ચાર મોટા પ્રોજેક્ટ રોકી રાખવામાં આવ્યા હતા. મેટ્રો કારશેડના વિલંબને કારણે પ્રોજેક્ટની કિંમતમાં રૂ. ૪,૦૦૦ કરોડનો વધારો થઈ ગયો છે.
Post Views:
23
[ad_2]