[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

રાજધાની દિલ્હીથી એક સનસનાટીભરી ખબર સામે આવી રહી છે, જ્યાં એક કિન્નરના પ્રેમમાં પાગલ એક શખસે યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પુછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા તે એક કિન્નરના પ્રેમમાં પડ્યો હતો. જોકે, બાદમાં તે ગુડ્ડુ હલવાઈ સાથે તેની વાતચીત થવા લાગી અને બંને એકબીજાની નજીક આવી ગયા હતાં. આ વાત આરોપીથી સહન ન થઈ.

Read More: ડોલર સામે રૂપિયાની નબળી હાલત અંગે બોલ્યા નાણા પ્રધાન! કહ્યું, રૂપિયો નબળો નહીં, પણ…

પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ કિન્નરને ઘણી સમજાવાની કોશિશ કરી પરંતુ તે ન માની હોવાથી આરોપીએ તેની પાસેથી 40,000 રૂપિયાની માગણી કરી હતી. અગાઉ આરોપીએ કિન્નરને આટલી કિમ્મતના ઘરેણા ભેટ કર્યા હતાં. કિન્નર આરોપીની આ વાત સામે આંખ આડા કાન કરી રહી હતી.

ત્યારબાદ આરોપી 14 ઓક્ટોબરના ગુડ્ડુના ઘરે પહોંચી ગયો હતો અને કિન્નરની પીઠમાં અને ગુડ્ડુના ગળામાં ચાકુ માર્યું હતું. ગુડ્ડુને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

[ad_2]

Google search engine