[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





ઓલ ઈન્ડિયા ઈત્તેહાદુલ મુસલમીન(AIMIM)ના વડા અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આજે અમદાવાદની મુલાકાતે છે. આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકાર, ભાજપ, નીતિશ કુમાર અને મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે દેશે ઘણા શક્તિશાળી પીએમ જોયા છે, હવે નબળા પીએમ અને ખીચડી સરકારની જરૂર છે.
આ વર્ષના અંતમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તેમની પાર્ટીની તૈયારીઓનું નિરીક્ષણ કરવા અમદાવાદ પહોંચેલા ઓવૈસીએ કહ્યું કે દેશને નબળા વડાપ્રધાન અને ખીચડી સરકારની જરૂર છે. તેમણે AAP અને બીજેપીને એક એકસરખા કહ્યા હતા, તેમણે બિહારના સીએમ નીતિશ કુમાર અને બંગાળના સીએમ મમતા બેનર્જીને ભૂતકાળમાં એનડીએને ટેકો આપવા બદલ ઘેર્યા હતા.
અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા ઓવૈસીએ કહ્યું- ‘હું માનું છું કે દેશને નબળા પીએમની જરૂર છે, કારણ કે તાકતવર પીએમ બહુ જોઈ લીધા. હવે નબળા લોકોની મદદ માટે નબળા પીએમની જરૂર છે. તાકતવર ફક્ત તાકતવરની જ મદદ કરે છે. તે નબળાઓને જોતા પણ નથી. હું ઈચ્છું છું કે દેશમાં ખીચડીની સરકાર બને કારણ કે ગુજરાત, હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશની ખીચડી અલગ અલગ પ્રકારની હોય છે.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ JD(U)ના વડા અને બિહારના CM નીતીશ કુમાર વિશે કહ્યું કે તેઓ BJPમાં હતા ત્યારે CM બન્યા હતા. ગોધરાકાંડ વખતે તેઓ ભાજપ સાથે હતા. તેમણે 2015માં એનડીએ છોડી દીધું હતું. 2017માં NDAમાં પાછા ફર્યા અને નરેન્દ્ર મોદીને જીતવા માટે 2019ની ચૂંટણી લડી. હવે તેણે તેમને ફરીથી છોડી દીધા.
એ જ રીતે, ઓવૈસીએ TMCના વડા મમતા બેનર્જી માટે કહ્યું કે પહેલા તેઓ એનડીએમાં હતા ત્યારે તેમણે આરએસએસના વખાણ કર્યા હતા. અરવિંદ કેજરીવાલની AAP માટે, તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે કોઈ તફાવત નથી. ચૂંટણી વખતે વાયદાઓ થાય છે. લોકો હોંશિયાર છે. આ લોકો વચનો આપી રહ્યા છે પરંતુ જનતા તેમનો ચુકાદો આપશે.
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ અને બીજેપી સિવાય AAP અને AIMIM પણ મેદાનમાં ઉતરશે. આ ચુંટણી ખુબ રસપ્રદ રહેવાની છે.



Post Views:
151




[ad_2]

Google search engine