[ad_1]

મુંબઈઃનવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લાં કેટલાક દિવસોથી અનરાઘાર વરસાદ વરસી રહ્યો હોવાથી ગરબા રસિકોની ચિંતા સતત વધી રહી છે. નોંધનીય છે કે કોરોના મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી નવરાત્રી સાદાઈથી ઉજવવામાં આવી હતી ત્યારે આ વર્ષે કોરોના નિયંત્રણમાં છે ત્યારે ભારે વરસાદને કારણે આ નવરાત્રીમાં ભંગ પડે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, હવામાન વિભાગ દ્વારા આ અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નવરાત્રિ દરમિયાન ભારે વરસાદ નહીં રહે. નવરાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની શક્યતા નહીવત છે. તેથી ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે.ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંને રાજ્યમાં ચોમાસુ અંતિમ તબક્કામાં પહોંચી ગયુ છે અને હવે ધીમે ધીમે વિદાય લેશે.
કોરોનાના રોગચાળા બાદ બે વર્ષે નવરાત્રિની રંગેચંગે ઉજવણી કરવાનો માહોલ જામ્યો છે, ત્યારે ખેલૈયાઓની મઝા આ વખતે વરસાદ નહીં બગાડી શકે એવી માહિતી હવામાન વિભાગે આપી દીધી છે. જોકે, નવરાત્રિના એકાદ-બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, નવસારીમાં અને ડાંગ જિલ્લાના કેટલાક ભાગમાં વરસાદી માહોલ રહેશે, એમ હવામાન ખાતાએ જણાવ્યું છે, તેથી હવે લોકો ધામધૂમથી નવરાત્રિ ઉજવી શકે છે.
Post Views:
78
[ad_2]