[ad_1]

હોલીવૂડ સ્ટાર જોની ડેપ અને એમ્બર હર્ડ ટ્રાયલના બહુચર્ચિત ટ્રેલરના રિલીઝ બાદ ‘જોની વર્સિસ એમ્બરઃ ધ યુએસ ટ્રાયલ’ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રિલીઝ થયા બાદ હવે ‘હોટ ટેકઃ ધ ડેપ/હર્ડ’ ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મ કપલ વચ્ચેના માનહાનિના દાવા પર બનવા જઈ રહી છે.
નોંધનીય છે કે જોની અને એમ્બર વચ્ચેની લડાઈ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર રહી હતી. આમ તો આ કપલના ડિવોર્સ 2016માં થયા હતાં, પરંતુ થોડા સમય પહેલા જોનીએ તેની એક્સ વાઈફ પર માનહાનિનો કેસ કર્યો હતો. છ અઠવાડિયા સુધી કોર્ટના ટ્રાયલ દરમિયાન જોનીની જીત થઈ હતી. એમ્બરને 15 મિલિયન ડોલર એટલે કે 116 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. વર્ષ 2016માં એમ્બરે જોની પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ તેના કરિયરને ખૂબ જ નુકસાન થયું હતું. બંને વચ્ચેના ડ્રામેટિક કેસ બાદ હવે આ કપલ પર ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં માર્ક હાપરા જોની અને મેગન એમ્બરનું પાત્ર ભજવતા જોવા મળશે. ફિલ્મનું પ્રિમિયર 30 સપ્ટેમ્બરના રિલીઝ કરવામાં આવશે.
Post Views:
6
[ad_2]