[ad_1]
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની પેરેન્ટ કંપની Meta વિશે એવા સમાચાર છે કે તે તેના હજારો કર્મચારીની છટણી કરવાની છે. વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે Meta કંપની સોશિયલ મીડિયાની ઘટતી આવક સાથે ઝઝૂમી રહી છે. માર્ક ઝુકરબર્ગની આગેવાની હેઠળની ફેસબુકના લગભગ 12,000 અંડર પર્ફોર્મ કરતા કર્મચારી પર છટણીની તલવાર લટકી રહી છે. આ આંકડો કંપનીના કાર્યબળના કુલ 15 ટકા છે.
નોંધનીય છે કે ટૂંક સમય પહેલા ઝુકરબર્ગે ફેસબુકમાં નોકરી પર રોક લગાવવા કહ્યું હતું. એ સમયથી જ તેમણે છટણી માટેની તૈયારી આરંભી દીધી હતી. ફેસબુકના એક કર્મચારીએ જણાવ્યું હતું કે કંપનીએ આમ તો તેના અનેક કર્મચારીને અન્યત્ર કંપનીમાં નોકરી શોધવા જણાવી દીધું છે. કર્મચારીઓને આપમેળે નોકરી છોડી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
એક સમયે મેટાના શેરની કિંમત પ્રતિ શેર $380 સુધી પહોંચી હતી. પરંતુ છેલ્લા વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 60 ટકાનો ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે ભૌગોલિક રાજનૈતિક અનિશ્ચિતતાઓ અને વૈશ્વિક મંદીના વધતા જોખમ વચ્ચે ઘણી મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. ટેક જાયન્ટ્સ, સહિત એપલ, માઈક્રોસોફ્ટઅને Google જેવી કંપનીઓએ ખર્ચ ઘટાડવા અને ઓપરેટિંગ માર્જિન જાળવવા માટે કર્મચારીઓની ભરતી પર બ્રેક લગાવી છે અથવા કર્મચારીઓને ઘટાડવાનું શરૂ કર્યું છે.
[ad_2]