[ad_1]

પાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ મુંબઈમાં રાજકીય વાતાવરણનો પારો આસમાને ચડી રહ્યો છે. તાજેતરમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમના કાર્યકર્તાઓને સંબોધતા હતું કે, ફડણવીસે તેમના કાર્યકર્તાઓને કહ્યું હતું કે તેઓ પાલિકાની ચૂંટણી પોતાની છેલ્લી ચૂંટણી હોય તેમ સમજીને લડે. હું તમને કહું છું કે તમે આ ચૂંટણી પહેલી ચૂંટણીની જેમ લડો, જ્યાં તમારી પાસે ગુમાવવા જેવું કંઈ ન હોય. ભાજપને એ રીતે હરાવો કે ફડણવીસની આ છેલ્લી ચૂંટણી સાબિત થાય.

ઉદ્ધવના પ્રહાર પર પલટવાર કરતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે કહ્યું હતું કે, તમે વર્ષ 2019માં જ મને હરાવવાની કરવાની કોશિશ કરી હતી. ત્રણેય મળીને છેલ્લાં અઢી વર્ષથી મને નીચે પાડવાની કોશિશ કરતાં રહ્યા, પરંતુ તમે નિષ્ફળ રહ્યા અને આગળ પણ તમે કામિયાબ થઈ શકશો નહીં. ઉદ્ધવ ઠાકરે વારંવાર બોલે છે કે શિંદે સરકાર રાજીનામુ આપીને ચૂંટણી લડે. તેમને આ વિચાર અઢી વર્ષ પહેલા કેમ નહીં આવ્યો જ્યારે તેમણે ચૂંટણી સમયે જનતા સમક્ષ અમારો સાથ છોડ્યો, પરંતુ બાદમાં સ્વાર્થ માટે તેમણે એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર બનાવી લીધી? કોઈનું ગમે એટલું ખરાબ વિચારો, થાય એ જ છે જે નસીબમાં લખેલું હોય.
Post Views:
167
[ad_2]