[ad_1]

ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિસ્તારમાં આવેલા એક ખાનગી રિસોર્ટમાં નોકરી કરતી રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યાના સમાચાર મળતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રિસોર્ટના સંચાલક અને મેનેજર ઘટના બાદ ફરાર થઈ ગયા હતાં.
19 વર્ષની અંકિતા 18-19 સપ્ટેમ્બર સુધી ગુમ હતી. સોશિયલ મીડિયા પર તેને શોધવા માટેની ઝુંબેશ ચાલી રહી હતી. જોકે, હજુ સુધી યુવતીનો મૃતદેહ મળ્યો નથી. પોલીસે આ કેસમાં ભાજપ નેતા પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. અંકિતા જ્યાં કામ કરતી હતી તે રિસોર્ટનું સંચાલન પુલકિત કરતો હતો. યુવતી ગુમ થયા બાદ પુલકિત અને મેનેજર ફરાર થઈ ગયા હતાં.
પુલકિતે પોલીસને જણાવ્યું હતું કે, અંકિતા અલગ રૂમમાં રહેતી હતી. તે થોડા દિવસોથી ડિપ્રેશનમાં હતી તેથી હું તેને 18મી સપ્ટેમ્બરે ઋષિકેશ ફરવા લઈ ગયો હતો. મોડી રાત્રે ત્યાંથી પાછા આવીને અમે રિસોર્ટના અલગ અલગ રૂમમાં સૂઈ ગયા હતાં. જોકે, 19 સપ્ટેમ્બરે તે ગાયબ થઈ હતી.
દીકરી ગુમ થયાની જાણ મળતાં યુવતીના પરિજનોએ રિસોર્ટમાં હાજર સ્ટાફની પુછપરછ કરી હતી. દરમિયાન બધાએ અલગ અલગ વાતો કહી હતી, જે બાદ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. આરોપીને આકરી સજા આપવામાં આવશે અને પીડિતાને ન્યાય મળશે.
આ કેસમાં ભાજપ નેતાના પુત્રની સંડોવણી હોવાથી કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કરવાની શરૂઆત કરી છે.
Post Views:
183
[ad_2]