[ad_1]

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે શનિવારે વન-ડે ઈન્ટરનેશનલ (ODI) ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિવારે ન્યુઝીલેન્ડ સામેની વનડે મેચ આ ફોર્મેટમાં તેની છેલ્લી મેચ હશે. 145 વનડે રમી ચૂકેલા અને 54 મેચોમાં કેપ્ટનશિપ કરનાર 35 વર્ષીય બેટ્સમેન હાલમાં ખરાબ ફોર્મમાં છે. તે તેની છેલ્લી સાત ઇનિંગ્સમાં માત્ર 27 રન જ બનાવી શક્યો છે. જોકે, ફિન્ચ T20I ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે. તેમની કપ્તાની હેઠળ, ઓસ્ટ્રેલિયાએ 2021માં UAEમાં આયોજિત તેમનો પ્રથમ ICC મેન્સ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
લગભગ 10 વર્ષની પોતાની ODI કરિયરમાં ફિન્ચે 5400 રન અને 17 સદી ફટકારી છે. તેણે 2013માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું હતું અને સ્કોટલેન્ડ સામે તેની પ્રથમ સદી ફટકારી હતી, જેમાં તેણે 148 રન બનાવ્યા હતા.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલીએ ઓસ્ટ્રેલિયન ટીમમાં આપેલા યોગદાન માટે ફિન્ચનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, “ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વતી, હું ઓસ્ટ્રેલિયન મેન્સ ODI ટીમના કેપ્ટન તરીકે અને 50-ઓવર ફોર્મેટના એક અદ્ભુત ખેલાડી તરીકે એરોનને તેના વિશાળ યોગદાન માટે અભિનંદન આપવા માંગુ છું.”
ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે. સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સને કેપ્ટન પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
Post Views:
85
[ad_2]