[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

આલ્કોહોલ છોડવા માટે કે ઓછું કરવા માટે આપણે કેવા એફર્ટ્સ આપવા એ વિશે વાતો થઈ રહી હતી. આપણે એમ પણ વાત કરી હતી એકઝાટકે આલ્કોહોલ છોડી દેવાનો કે ઓછું કરી દેવાનો નિર્ણય ક્યારેય કારગર સાબિત થતો નથી. આખરે પુરુષ માટે આલ્કોહોલ ક્ધઝપ્શન એ ટેવ છે અને જીવનની કોઈ પણ ટેવ ક્યારેય એક ઝાટકે છૂટી જતી નથી. એને માટે પહેલા માનસિક રીતે તૈયાર થવું પડે, પછી ધીમે ધીમે અમુક આદતો કેળવતા જવું પડે અને છેલ્લે એમાંથી મુક્ત થવું પડે.
આલ્કોહોલ સંપૂર્ણ રીતે છોડવા માટે કે પછી એનું ક્ધઝપ્શન અત્યંત ઓછું કરી દેવા માટે સૌથી પહેલા તો પુરુષે તેનો પર્પઝ ઑફ ડ્રિન્કિંગ જાણી લેવાનો થાય છે. તેનું ડ્રિન્ક એ તેનો શોખ છે, તેના આનંદ માટે તે પીવે છે કે પછી પોતાનો સ્ટ્રેસ દૂર કરવાના બહાને પલાયનવાદના ભાગરૂપે પુરુષ આલ્કોહોલ લે છે એની તેને ખબર હોવી જોઈએ. એમાં જો તે પોતાના પડકારો કે પોતાના સંજોગોથી ત્રાસીને તે આલ્કોહોલ લે છે તો તેણે આલ્કોહોલ પર નહીં, પરંતુ પોતાની સમસ્યા કે પોતાના પડકારોને એડ્રેસ કરવાના
થાય છે.
ધુતસભાના ધુતરાષ્ટ્રની જેમ જો આંખે પાટા બાંધીને જીવનની સમસ્યાઓ કે પડકારોને જોયા કરશો અને એ પ્રત્યે કોઈ રચનાત્મક પગલાં નહીં ભરો તો આલ્કોહોલ ક્ધઝપ્શન ક્યારેય ઓછું નહીં હાય. બલકે આલ્કોહોલથી તમને શાંતિ મળી છે કે ઉંઘ આવી ગઈ છે એમ માનશો તો એક દિવસ તમારી કિડની કે શરીરનાં કેટલાંય અંગો કામ કરવાનું બંધ કરી દેશે. અને આલ્કોહોલ તમને મોતના મોમાં ધકેલી
દેશે.
અને ધારો કે તમારો પર્પઝ ઑફ ડ્રિન્કિંગ માત્રા આનંદ કે મજા હોય તો તમારે એક બાબત ખાસ કરવાની થાય છે કે તમારે ક્યાં પીવું અને કેટલું પીવું એ નક્કી કરી લેવું. આનંદ ક્યાં તો એકલા લેવાય અથવા મિત્રો સાથે લેવાય. પણ એકલા પણ તમે આનંદ લો છો અને મિત્રો સાથે પણ આલ્કોહોલનો આનંદ લો છો તો એ નહીં ચાલે. એને તો આલ્કોહોલના આદી કહેવાય. એટલે તમારે એ નક્કી કરી લેવાનું છે કે તમારે સોલો ડ્રિન્ક કરવું છે કે સોશિયલ ડ્રિન્ક કરવું છે. એ હિસાબે એક નિયમ નક્કી કરો કે જ્યારે એકલા હો ત્યારે તમે ક્યારેય નહીં પીવો, માત્ર સોશિયલ ડ્રિન્ક જ કરો. અથવા તો પછી સોશિયલમાં ડ્રિન્ડ કરીની જીભ પર કમાન્ડ ન રહેતો હોય તો સોશિયલ ડ્રિન્ક ટાળો અને સોલો કરો.
પણ આ રીતે જ્યારે તમે કોઈ પણ એક જ પ્રસંગે પીવાનું નક્કી કરો છો ત્યારે આપોઆપ તમારું ક્ધઝપ્શન ઘટી જાય છે, જે અંતત: તમને શારીરિક અને માનસિક રીતે લાભ કરાવે છે. અહીં પછી એક નવો તબક્કો શરૂ થાય છે. જો તમે આ રીતે કોઈ પણ એક જ પ્રસંગમાં પીવો છો અને ધીરે ધીરે તમને એ આદત પડી ગઈ છે તો પછી તમારા ડ્રિન્કની સાઈઝ પર ફોક્સ કરવાનું શરૂ કરો. તમને ખ્યાલ આવી જવો કે આલ્કોહોલનો આનંદ એક પેકથી લઈ દોઢ કે બે સુધી હોય છે. પછી તો આમેય મગજ બીજા રવાડે ચઢી જતું હોય છે. અથવા તો બિયર તમે બે બોટલ પીવો છો કે બે ટીન પીવો છો, એનાથી ઝાઝો ફરક નથી પડતો. તો બોટલ્સની જગ્યાએ ટીન મગાવવાનું શરૂ કરો. પણ જો ધીમેધીમે તમે આલ્કોહોલના પ્રમાણ પર ફોક્સ કરશો અને ધીમે ધીમે એનો લૂફ્ત લેતા રહેશો તો તમારી પાર્ટી પણ મજેદાર રહેશે, એ દરમિયાનની વાતો પણ મજેદાર રહેશે અને બીજા દિવસે તમને ગિલ્ટ પણ નહીં થાય કે ગઈકાલે વધારે પીવાઈ ગયું!
પણ જો ધીમે ધીમે તમે આ પ્રેક્ટિસ કરશો તમારું આલ્કોહોલ ક્ધઝપ્શન એકદમ ઓછું થઈ જશે, જે તમને ઝાઝી સાઈડ ઈફેક્ટ્સ નહીં કરી શકે. અને જો તમારે એ સમૂળગું જ છોડવું હોય તો તેનો અંતિમ તબક્કો હવે શરૂ થાય છે કે જો તમે તમારા આલ્કોહોલની માત્રા ઓછી કરવાના તબક્કામાં સફળતા મેળવી લીધી હોય તો તમે ધીમે ધીમે તમારા ડ્રિન્કના અલ્ટરનેટિવ્ઝ શોધો. જો તમે ધીમે ધીમે આલ્કોહોલની જગ્યાએ સોફ્ટ ડ્રિંક્સ શરૂ કરો છો કે આલ્કોહોલ ફ્રી બિયર પીવાનું શરૂ કરો છો તો વહેલાં નહીં તો મોડા તમને એ ખ્યાલ આવવા જ માંડે છે કે તમે આ ડ્રિન્ક સાથે પણ આનંદ તો માણી જ શકો છો. એવા સમયે તમે ધીમે ધીમે આલ્કોહોલથી મુક્તિ મેળવવા માંડો છો અને કદાચ જો તમને એ ડ્રિન્ક્સની આદત જ થઈ જાય છે તો તમે આપોઆપ જ આલ્કોહોલને અડવાના નથી.
આખરે તમને થશે કે સોફ્ટ ડ્રિન્કથી પણ આ મહેફિલની મજા આવે જ છે તો પછી હાર્ડ ડ્રિંક શું કામ લેવું? પણ અલબત્ત, અગાઉ કહ્યું એમ આ પ્રક્રિયા લાંબી છે. તમે હાર્ડ ડ્રિંકને ન અડવાનો વિચાર ત્યારે જ કરશો જ્યારે તમે તમારી જાતને ધીમે ધીમે કેળવી હશે. નહીંતર તો પછી એકલા હો કે મિત્રો સાથે તમને સાંજ થયે કેફ આવવાની જ છે અને તમે પીવાના જ છો અને બીજા દિવસે તમને કશુંક ખોટું કર્યાની ગિલ્ટ થવાની જ છે.

[ad_2]

Google search engine